સિરીઝ જીત્યા બાદ હાર્દિકે બતાવ્યા તેવર કહ્યું આ કારણોસર સંજુ સેમસન અને ઉમરાન મલિકને ટીમમાં ન મળ્યું સ્થાન…
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચોની t20 સિરીઝ હવે પૂર્ણ થઈ છે ત્યારબાદ 25 નવેમ્બરથી ત્રણ મેચોની ઓડીઆઇ સિરીઝ શરૂ થવા જઈ રહી છે પરંતુ સિરીઝ જીત્યા બાદ હાર્દિક પંડ્યા એ પોતાના તેવર બતાવ્યા છે. સંજુ સેમસન અને ઉમરાન મલિકને ટીમમાં શા માટે સ્થાન ન આપવામાં આવ્યું તેને લઈને મોટું નિવેદન જાહેર કર્યું છે. આ સમગ્ર સીરીઝમાં ભારતે 1-0 થી વિજય મેળવ્યો છે.
આ સમગ્ર સીરીઝ પર એક નજર કરીએ તો ત્રણ મેચોની આ સિરીઝમાં પ્રથમ મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. તો બીજી મેચમાં ભારતે 65 રને ન્યૂઝીલેન્ડ સામે મોટી જીત મેળવી હતી. ત્યારબાદ ત્રીજી મેચ 22 નવેમ્બરના રોજ રમાઈ હતી. જેમાં ન્યૂઝીલેન્ડે પ્રથમ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતે બોલિંગ કરીને 19.4 ઓવરમાં 160 રન આપીને સમગ્ર ટીમને ઓલ આઉટ કરી હતી. ત્યારબાદ બેટિંગ કરવા માટે ટીમ ઇન્ડિયા મેદાને ઉતરી હતી.
ટીમ ઇન્ડિયાએ બેટિંગ કરીને 9 ઓવરમાં 75 રન બનાવીને 4 વિકેટ ગુમાવી હતી. ત્યારે વરસાદને કારણે આ ત્રીજી મેચને ડીએલએસ પદ્ધતિના આધારે ટાઇ જાહેર કરવામાં આવી હતી. જેને કારણે આ સમગ્ર સીરીઝ પર ટીમ ઇન્ડિયાએ 1-0 થી જીત મેળવી હતી. જીત મળતાની સાથે જ હાર્દિક પંડ્યાએ ઉમરાન મલિક અને સંજુ સેમસનને ટીમમાં કેમ સ્થાન ન આપવામાં આવ્યું તેને લઈને નિવેદન જાહેર કર્યું હતું. આ બંને ખેલાડી સારું પ્રદર્શન કરવા છતાં આ સમગ્ર સીરીઝમાં એક પણ તક આપવામાં આવી ન હતી.
મેચ પૂર્ણ થતા પ્રેસ કોન્ફરન્સમાં હાર્દિક પંડ્યાને આ બંને ખેલાડીને ટીમમાં સ્થાન કેમ ન આપ્યું તેનું કારણ પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે ઇમરાન મલિક અને હાર્દિક પંડ્યા અમારા માટે ખૂબ જ મહત્વના ખેલાડીઓ છે. આ બંને ખેલાડીઓને અમે ટીમ કોમ્બિનેશનમાં સ્થાન આપી શક્યા નહીં. હું આ સમગ્ર સીરીજમાં 6 બોલર અને પાંચ બેટ્સમેનો સાથે આ સમગ્ર ઉતરવા ઇચ્છતો હતો. જેથી ઓલરાઉન્ડરને ધ્યાનમાં રાખીને સંજુ સેમસનને હું સ્થાન આપી શક્યો નહીં તો આ સાથે જ સિનિયર ખેલાડીઓને આધારે હું ઉમરાન મલિકને પણ ટીમમાં મોટી તક આપી શક્યો નહીં.
વધુમાં હાર્દિક પંડ્યા એ બીજા ઘણા નિવેદનો આપ્યા છે જેમાં કહ્યું છે કે આગામી સમયમાં દરેક ખેલાડીઓને અમે ટીમમાં પૂરેપૂરી તક આપવા ઈચ્છે છે બંને ખેલાડીઓ ટીમમાં સ્થાન મેળવવા તમામ સંપૂર્ણ સજ્જ છે. આગામી સિરીઝોમાં આ બંને ખેલાડીઓને પૂરી તક આપવામાં આવશે.