સિરીઝમાં જીત બાદ હાર્દિક પંડ્યા આ દિગ્ગજ ખેલાડી પર થયો લાલ-પીળો કહ્યું મારો વિશ્વાસ…

T20 વર્લ્ડકપ બાદ ન્યૂઝીલેન્ડ સામેની T20 સિરીજમાં કેપ્ટનની કમાન હાર્દિક પંડ્યાને સોંપવામાં આવી હતી. સમગ્ર ટીમ હાલ ન્યૂઝીલેન્ડના પ્રવાસ પર છે. ન્યૂઝીલેન્ડના પ્રવાસ પર ત્રણ મેચની T20 સિરીઝ પૂર્ણ થઈ છે. અને હવે ત્રણ મેચોની ઓડીઆઇ સિરીઝ શરૂ થવા જઈ રહી છે. T20 સિરીઝમાં વિજય મળવા છતાં હાર્દિક પંડ્યા આ ઘાતક ખેલાડી પર લાલ પીળો થયો છે.

આ સમગ્ર સીરીઝ વિશે વાત કરીએ તો પ્રથમ ટી 20 મેચ વરસાદને કારણે 18 નવેમ્બરના રોજ રદ કરવામાં આવી હતી ત્યારબાદ બીજી ટી ટ્વેન્ટી મેચ રમાઈ હતી જેમા ભારતે 65 રને ન્યૂઝીલેન્ડ સમક્ષ મોટી જીત મેળવી હતી. અને ત્યારબાદ સીરીઝની છેલ્લી ફાઈનલ મેચ આજે રમાય હતી. જેમાં ન્યૂઝીલેન્ડે પ્રથમ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટીમ ઇન્ડિયા બોલિંગ કરીને 19.4 ઓવરમાં 160 રન આપીને સમગ્ર ટીમને ઓલ આઉટ કરી દીધી હતી.

ત્યારબાદ ટીમ ઇન્ડિયા બેટિંગ કરવા માટે મેદાન પર ઉતરી હતી. 9 ઓવરમાં 75 રન બનાવી 4 વિકેટ ગુમાવી હતી. આ નિર્ણાયક મેચ વરસાદના કારણે ડીએલએસ પદ્ધતિથી ટાઇ કરવામાં આવી હતી. જેના કારણે સમગ્ર સિરીઝ પર ઇન્ડિયાએ વિજય મેળવ્યો હતો. સમગ્ર સિરીઝમાં જીત મળવા છતાં હાર્દિક પંડ્યા ગુસ્સે થયો હતો. છેલ્લી મેચમાં હાર્દિક પંડ્યાએ ખૂબ જ શાનદાર બેટિંગ કરી હતી.

પરંતુ ભારતીય સ્ટાર બેટ્સમેન શ્રેયસ ઐયર ફરી એક વાર ફ્લોપ સાબિત થયો હતો. જેને કારણે જીત મળવા છતાં હાર્દિક લાલ પીળો થયો હતો. ત્રીજી T20 મેચમાં હાર્દિક પંડ્યાએ તેના પર મોટો વિશ્વાસ મૂકીને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું. પરંતુ હાર્દિક પંડ્યા સીરીઝમાં જીત બાદ કહે છે કે મારો વિશ્વાસ શ્રેયસ ઐયરે તોડ્યો છે મેં જેવું ધાર્યું હતું તેવું પ્રદર્શન કરી શક્યો નહીં. તો આ સાથે જ બીજી ટી 20 મેચમાં પણ ઓછા રન બનાવીને નિષ્ફળ થયો હતો.

ફરી એકવાર શ્રેયસ ઐયર પોતાના ખરાબ પ્રદર્શનને કારણે ચર્ચાનો વિષય બન્યો છે. તેના પરફોર્મન્સના કારણે t20 વર્લ્ડ કપમાં સ્થાન આપવામાં આવ્યું ન હતું પરંતુ ન્યૂઝીલેન્ડ સામેની આ સિરીઝમાં એક તક આપવામાં આવી હતી પરંતુ આ તકને તે ઝડપી શક્યો નહિ અને ખૂબ જ ખરાબ રીતે નિષ્ફળ સાબિત થયો છે જેને કારણે આગામી સમયમાં તેને ટીમમાં સ્થાન મળવું ખૂબ જ મુશ્કેલ લાગી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *