જીત બાદ સૂર્યકુમાર યાદવે કોહલીને નહીં પરંતુ આ ઘાતક ખેલાડીને ગણાવ્યો બેસ્ટ બેટિંગ પાર્ટનર…
ટીમ ઇન્ડિયા હાલ ન્યૂઝીલેન્ડના પ્રવાસ પર ધૂમ મચાવી રહી છે. પ્રથમ ટી 20 મેચ વરસાદને કારણે શુક્રવારે રદ કરવામાં આવી હતી પરંતુ રવિવારના રોજ બીજી ટી 20 મેચ રમાઈ હતી. જેમા ભારતે 65 રનને ન્યુઝીલેન્ડને હરાવીને મોટી જીત મેળવી હતી. આ જીત મળતાની સાથે જ સમગ્ર સિરીઝમાં 1-0ની લીડ મેળવી છે. તો આ સાથે જ તમને જણાવી દઈએ કે આગામી ત્રીજી મેચ 22 નવેમ્બરના રોજ મંગળવારે યોજવાની છે.
આ દરમિયાન ટીમ ઇન્ડિયાની કમાન હાર્દિક પંડ્યાને સોંપવામાં આવી છે. હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળ બીજી ટી-ટ્વેન્ટી મેચમાં ભવ્ય વિજય મેળવ્યો છે. T20 વર્લ્ડ કપ બાદ ઘણા યુવા ખેલાડીઓને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. બીજી મેચમાં સૂર્યકુમાર યાદવે ખૂબ જ જોરદાર પ્રદર્શન દેખાડ્યું હતું. તેની ઘાતક બેટિંગના કારણે ન્યૂઝીલેન્ડના બોલરો ભયભીત થઈ ગયા હતા.
બીજી ટી 20 મેચમાં સૂર્યકુમાર યાદવે 51 બોલમાં 111 રન બનાવ્યા હતા. જેથી ટીમ ઇન્ડિયાએ 191 નો મોટો ટાર્ગેટ ન્યુઝીલેન્ડ ને આપ્યો હતો. પરંતુ ન્યૂઝીલેન્ડ ની સમગ્ર ટીમ 126 રન બનાવીને ઓલ આઉટ થઈ ગઈ હતી. મેચ બાદ સૂર્યકુમાર યાદવ ને મેન ઓફ ધ મેચ એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો ત્યારે તેણે કહ્યું હતું કે વિરાટ કોહલી નહીં પરંતુ આ ઘાતક ખેલાડી મારો સૌથી ફેવરીટ બેટિંગ પાર્ટનર છે.
સૂર્ય કુમાર યાદવ વધુ જણાવતા કહે છે કે મને આ ખેલાડી સાથે બેટિંગ કરવાની વધારે મજા આવે છે આ ખેલડીના સપોર્ટને કારણે હું સારૂ પ્રદર્શન કરી શકું છું અને મને કોઈ દબાણ અનુભવાતું નથી આ સદી ફટકારવાનો શ્રેય હું ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યા ને આપું છું હાર્દિક પંડ્યા મારો સૌથી પ્રિય બેટિંગ પાર્ટનર છે. હાર્દિક પંડ્યા સાથે હું ઘણી મેચો રમ્યો છું.
સૂર્ય કુમાર યાદવ વધુ જણાવ્યું છે કે મેચ ની છેલ્લી ચાર ઓવરમાં અમે નક્કી કર્યું હતું કે 180 રન સમગ્ર ટીમના થઈને બની શકે છે પરંતુ મારું બેટ વધુ તીવ્ર ચાલવા લાગ્યો હતો જેને કારણે હું સદી ફટ કરી શક્યો છું જેને કારણે ટીમને એક મોટો સ્કોર બનાવી આપ્યો હતો હાર્દિક પંડ્યા એ મને રમવા માટેનું મોટુ પ્રોત્સાહન આપ્યું હતું.