જીત બાદ KL રાહુલે, પ્લેયર ઓફ ધ સીરીઝ બનવા છતાં પુજારાને નહીં પરંતુ આ ઘાતક ખેલાડીને ગણાવ્યો જીતનો અસલી હીરો….
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે મેચોની ટેસ્ટ શ્રેણી આજે પૂર્ણ થઇ છે. આ સિરીઝ પૂર્ણ થતાની સાથે જ ભારતનો બાંગ્લાદેશ પ્રવાસ પણ આજે પૂર્ણ થયો છે. આ સિરીઝની બીજી મેચ શેરે-એ-બાંગ્લા સ્ટેડિયમ ખાતે પૂર્ણ થઈ છે. જેમાં ભારતે આ મેચમાં રોમાંચિત ત્રણ વિકેટે ભવ્ય જીત મેળવી હતી. આ ઉપરાંત પ્રથમ ટેસ્ટ મેચમાં પણ ભારતે 188 રને મોટી જીત હાંસલ કરી હતી. જેને કારણે બાંગ્લાદેશને ભારતીય ટીમ દ્વારા 2-0થી ક્લીન સ્વીપ આપવામાં આવ્યો છે.
ભારતે બાંગ્લાદેશને હરાવીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પોતાની પકડ વધુ મજબૂત બનાવી છે. જીત બાદ KL રાહુલે પ્લેયર ઓફ ધ સીરીઝ બનવા છતાં ચેતેશ્વર પુજારાને પરંતુ આ ઘાતક ખેલાડીને જીતનો અસલી હીરો ગણાવ્યો હતો. આ ટેસ્ટ સીરીઝની બીજી મેચમાં બીજી ઇનિંગ્સ દરમિયાન ઓપનર બેટ્સમેનો સંપૂર્ણ રીતે ફ્લોપ સાબિત થયા હતા પરંતુ આ ઘાતક ખેલાડીના કારણે ટીમ ઇન્ડિયાએ ભવ્ય જીત મેળવી છે.
જીત બાદ KL રાહુલે જણાવ્યું હતું કે આ સ્ટાર ખેલાડી બેટિંગની સાથે બોલિંગમાં પણ ખૂબ જ જોરદાર પ્રદર્શન બતાવ્યું હતું જેને કારણે ભારતે બાંગ્લાદેશના જડબામાંથી જીતને છીનવી લીધી હતી. બીજી ટેસ્ટ મેચ વિશે ટૂંકમાં જણાવી દઈએ તો બાંગ્લાદેશે ભારત અને જીતવા માટે 145 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ટીમ ઇન્ડિયાની બેટિંગ શરૂઆતમાં ખૂબ જ ખરાબ જોવા મળી હતી. ભારતે 74 રનમાં સાત વિકેટ ગુમાવી દીધી હતી.
એક સમયે એવું લાગી રહ્યું હતું કે ભારત આ મેચ હારી જશે. પરંતુ રવિચંદ્ર અશ્વિન મેદાને ઉતર્યો હતો અને આ સમગ્ર બાજીને પલટી નાખી હતી. રવિચંદ્રન અશ્વિન અને શ્રેયસ ઐયરની 71 રનની પાર્ટનરશીપે ભારતને ત્રણ વિકેટ ઐતિહાસિક જીત અપાવી હતી. જેને કારણે કે એલ રાહુલે ચેતેશ્વર પુજારાને નહીં રવીચંદ્રન અશ્વિનને જીતનો અસલી હીરો ગણાવ્યો હતો.
ટીમ ઇન્ડિયાની મુશ્કેલ પરિસ્થિતિમાં રવિચંદ્રન અશ્વિને 42 રનની મોટી ઇનિંગ્સ રમી હતી. જેમાં બે બોલમાં બે ફોર ફટકારીને મેચને ફિનિશ કરી હતી. ટીમ ઇન્ડિયાની જીતમાં રવિચંદ્રન અશ્વિનની સાથે સાથે શ્રેયસ ઐયરે પણ 29 રનનું મોટું યોગદાન આપ્યું હતું. રમેશચંદ્રન અશ્વિને બાંગ્લાદેશ સામે પ્રથમ દાવમાં ચાર અને બીજા દાવ માં બે વિકેટ ઝડપી હતી. તો આ સાથે જ રવિચંદ્રન અશ્વિને બીજી મેચમાં મેન ઓફ ધ મેચ નો એવોર્ડ પણ આપવામાં આવ્યો છે.