જીત બાદ હાર્દિક પંડ્યાએ 4 વિકેટ લેવા છતાં શિવમ માવીને નહીં પરંતુ આ દિગ્ગજ ખેલાડીને આપ્યો જીતનો શ્રેય…

નવા વર્ષે ટીમ ઇન્ડિયા ઘર આંગણે શ્રીલંકા સામે ત્રણ મેચોની T20 સિરીઝ રમી રહી છે. ગઈકાલે મુંબઈના વાનખેડા સ્ટેડિયમ ખાતે આ ત્રણ મેચોની T20 સિરીઝની પ્રથમ મેચ રમાઈ હતી. જેમા ટીમ ઇન્ડિયા એ 2 રને શાનદાર જીત મેળવી હતી. પ્રથમ મેચમાં જીત બાદ સમગ્ર સિરીઝમાં ભારતે 1-0 થી મોટી લીડ મેળવી છે. હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઇન્ડિયા ખૂબ જ સારું પ્રદર્શન બતાવી રહી છે. મેચમાં જીત બાદ કેપ્ટન હાર્દિકે મોટું નિવેદન આપ્યું છે.

ટી 20 સીરીઝની આ પ્રથમ મેચ વિશે ટૂંકમાં વાત કરીએ તો સૌ પ્રથમ શ્રીલંકાની ટીમે ટોચ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટીમ ઇન્ડિયાને પ્રથમ બેટિંગ કરવા માટે મેદાને આમંત્રિત કરી હતી. ટીમ ઇન્ડિયાની બેટિંગ કરવા માટે શરૂઆતમાં ઓપનર તરીકે શુભમન ગીલ અને ઈશાન કિશન મેદાને ઉતર્યા હતા. પરંતુ શુભમન ગીલ ફક્ત સાત રન બનાવીને પોતાની ડેબ્યૂ મેચમાં પેવેલિયન પરત ફર્યો હતો.

ભારતીય ટીમમે પ્રથમ આ મેચમાં બેટિંગ કરીને પાંચ વિકેટ 162 રનનો મોટો ટાર્ગેટ બનાવ્યો હતો. પરંતુ આ લક્ષનો પીછો કરતી શ્રીલંકન ટીમ 160 રન બનાવીને ઓલ આઉટ થઈ હતી. આ મેચ દરમિયાન શિવમ માવીએ મહત્વની ચાર વિકેટ લીધી હતી. છતાં પણ હાર્દિક પંડ્યાએ તેને જીતનો શ્રેય આપ્યો ન હતો. શિવમ માવિએ તેની ડેબ્યુ મેચમાં ખૂબ જ જોરદાર પ્રદર્શન બતાવ્યું હતું.

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન હાર્દિક પંડ્યાએ શિવમ માવિને નહીં પરંતુ દીપક હુડાના વધુ વખાણ કર્યા હતા. વખાણ કરતા તેણે જણાવ્યું હતું કે ટીમ ઇન્ડિયાની જીતનો અસલી શ્રેય દીપક હુડાને મળવો જોઈએ. દિપક હુડા ટીમ ઇન્ડિયાની મુશ્કેલીના સમયમાં 23 બોલમાં 41 રન ફટકારીને ટીમ ઇન્ડિયાને 162 રનનો મોટો સ્કોર ઊભો કરવામાં મોટી મદદ કરી હતી. આ મેચ દરમિયાન તેણે એક ફોર અને ચાર લાંબી સિક્સર ફટકારી હતી.

દીપક હુડાની જોરદાર બેટિંગને કારણે ટીમ ઇન્ડિયા મોટો સ્કોર બનાવવામાં સફળ રહી હતી. આ મેચ દરમિયાન દીપક હુડા ખૂબ જ જોરદાર ફોર્મમાં જોવા મળી રહ્યો હતો. દીપક કુડા ટી20 ફોર્મેટમાં ખુબજ જોરદાર પ્રદર્શન બતાવી શકે છે. આગામી સમયમાં તે ટીમ ઇન્ડિયામાં કાયમી સ્થાન પણ બનાવી શકે છે. ટીમ ઇન્ડિયા ફરી એકવાર મજબૂત સ્થિતિમાં જોવા મળી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *