હાર બાદ રોહિત સુધારશે પોતાની ભૂલ, ચોથી ટેસ્ટમાં આ 2 મેચ વિનર ખેલાડીઓને આપશે પ્લેઇંગ 11માં સ્થાન..
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ઘર આંગણે ચાર મેચોની ટેસ્ટ સિરીઝ ચાલી રહી છે. આ ટેસ્ટ સિરીઝની હવે છેલ્લી ચોથી નિર્ણાયક મેચ બાકી રહી છે. આ મેચ 9 માર્ચ થી 13 માર્ચની વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમવાની છે. આ પહેલા ઇન્દોરમાં રમાયેલ ત્રીજી મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 9 વિકેટ હરાવ્યું હતું. ત્રીજી ટેસ્ટમાં હારબાદ ચોથી ટેસ્ટ મેચ જીતવા માટે કેપ્ટન રોહિત શર્મા પોતાની આ મોટી ભૂલ સ્વીકારશે.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવા માટે ભારતીય ટીમને અમદાવાદ ટેસ્ટ જીતવી ખૂબ જ અગત્યની છે. જેને કારણે કેપ્ટન રોહિત શર્મા અને હેડ કોચ રાહુલ દ્રવિડને ભારતીય ટીમમાં ઘણા બદલાવો કરવા જરૂરી બન્યા છે. પ્રથમ બંને ટેસ્ટ મેચમાં મેચ વિનર સાબિત થયેલ આ બે સ્ટાર ખેલાડીઓને જ ત્રીજી ટેસ્ટ મેચ માંથી બહાર કરીને કેપ્ટન રોહિતે મોટી ભૂલ કરી હતી.
ત્રીજી ટેસ્ટ મેચમાં આ બે ખેલાડી ન હોવાને કારણે ભારતને 9 વિકેટે હાર મળી હતી. ત્યારબાદ હવે ચોથી ટેસ્ટ મેચમાં જીત મેળવવા માટે રોહિત શર્મા ફરી એકવાર આ બે મેચ વિનર ખેલાડીઓને ટીમમાં સામેલ કરીને સમગ્ર સીરીઝ જીતવા પ્રયત્ન કરશે. ઓસ્ટ્રેલિયાને હરાવવા માટે કેપ્ટન રોહિત શર્મા આ બે મેચ વિનર ખેલાડીને ચોથી ટેસ્ટ મેચની પ્લેઇંગ 11 સામેલ કરશે એ નક્કી થઈ ગયું છે.
ભારતીય ટીમને જીતવા માટે આ બે મેચ વીનર ખેલાડીને ચોથી ટેસ્ટ મેચ મેચમાં રમવું ખૂબ જ જરૂરી છે. તમને જણાવી દઈએ કે ટીમ ઇન્ડિયાનો સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમી ત્રીજી ટેસ્ટ મેચ દરમિયાન ટીમ માંથી બહાર હતો. પરંતુ ત્યારબાદ હવે ચોથી ટેસ્ટ મેચમાં ફરી એકવાર ધમાલ મચાવતો જોવા મળશે. મોહમ્મદ શમી અમદાવાદની પેચ ઉપર વિરોધી ટીમ માટે આક્રમક બની શકે છે. તેણે ઘણી વખત અમદાવાદની પીચ ઉપર ભારતને મોટી જીતો અપાવી છે.
વધુમાં ત્રીજી ટેસ્ટ મેચ દરમિયાન ભારતીય ટીમની બોલિંગ લાઈન ખૂબ જ ખરાબ જોવા મળી હતી જેને કારણે ચોથી ટેસ્ટ મેચ દરમિયાન ટીમ ઇન્ડિયાનો ચાઇના મેને બોલર કુલદીપ યાદવ પણ ટીમમાં રમતો જોવા મળી શકે છે. કુલદીપ યાદવ ભારતીય ટીમ માટે મોટો મેચ વીનર સાબિત થઈ શકે છે. અમદાવાદની પીચને ધ્યાનમાં રાખીને કેપ્ટન રોહિત શર્મા કુલદીપ યાદવને સ્પીન બોલિંગની મોટી જવાબદારી સોંપી શકે છે.