ટી-20 વર્લ્ડકપમાં હાર બાદ BCCIએ કર્યો ધડાકો આ દિગ્ગજ સહિત આખી પસંદગી સમિતિને હટાવી નાંખી…

ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં ભારતે સેમિફાઇનલ મેચમાં ઇંગ્લેન્ડ સામે 10 વિકેટથી મોટી શરમજનક હાર મળી હતી. હાર મળતાની સાથે જ આ t20 વર્લ્ડ કપ ની સફર સમાપ્ત થઈ હતી. જેને ધ્યાનમાં રાખીને બીસીસીઆઈ દ્વારા આ ટીમ ઇન્ડિયામાં મોટા બદલાવો કરવામાં આવી રહ્યા છે તો આ સાથે છે કેટલાક કડક નિર્ણય પણ લીધો છે. આ સિનિયર દિગ્ગજ સહિત તેની સમગ્ર પસંદગી સમિતિને હટાવી નાખવામાં આવી છે.

બીસીસીઆઇ દ્વારા શુક્રવારે એક મોટો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે જેમાં ચેતન શર્માની આગેવાની હેઠળ પસંદગી કરતી ચાર સભ્યોની સમિતિને તાત્કાલિક હટાવવામાં આવે છે તો આ સાથે જ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ બીસીસીઆઈ દ્વારા શુક્રવારે એક મોટી જાહેરાત પણ કરી છે જેમાં સિનિયર મેન્સ ટીમ માટે રાષ્ટ્રીય સ્તરે પસંદગી કારકોના પદ માટેની નવી અરજીઓ મંગાવી છે.

BCCI એ વધુમાં કહ્યું છે કે આ પસંદગી સમિતિ માટે નવી અરજીઓ દાખલ કરવાની અંતિમ તારીખ 28 નવેમ્બર સાંજે છ વાગ્યા સુધીની રહેશે ત્યારબાદ કોઈ પણ આવેદનપત્ર સ્વીકારવામાં આવશે નહીં. સિલેક્શન કમિશનના મુખ્ય એવા ચેતન શર્માના સમય દરમિયાન ટીમ ઇન્ડિયા 2021 માં રમાયેલ ટી-20 વર્લ્ડ કપમાં સેમી ફાઈનલ સુધી પણ પહોંચી શકી ન હતી આ સિવાય તેણે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન પણ ફાઇનલમાં જઈને હારી ગઈ હતી.

આ સિલેક્શન કમિટીમાં ચેતન શર્મા સહિત બીજા અન્ય ચાર સભ્યોમાં હરવિન્દર સિંહ (સેન્ટ્રલ ઝોન), સુનીલ જોશી (દક્ષિણ ઝોન) અને દેબાશિષ મોહંતી (પૂર્વ ઝોન)નો સમાવેશ થાય છે આ સમગ્ર પાંચ સભ્યોની ટીમને સિલેક્શન કમિશનમાંથી હટાવવામાં આવી છે અને નવી અરજીઓ મંગાવવામાં આવી છે. આ સભ્યમાંથી કેટલાક સભ્યોની નિયુક્તિ 2020 માં તો કેટલાક સભ્યોની નિયુક્તિ 2021 માં કરવામાં આવી હતી આ પસંદગી સભ્યો નો મુખ્ય કાર્યકાળ ચાર વર્ષનો હોય છે જેને આગળ વધારી શકાય છે.

છેલ્લા કેટલાક સમયથી ટીમ ઇન્ડિયા ખૂબ જ ખરાબ પ્રદર્શન કરતી હોવાથી BCCI દ્વારા તાત્કાલિક મોટો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. 18 ઓક્ટોબર બીસીસીઆઈ ની વાર્ષિક સામાન્ય સમિટમાં અહેવાલ આપવામાં આવ્યો હતો કે ચેતન શર્મા અને તેની સમગ્ર ટીમને સિલેક્શન કમિશનમાંથી બહાર કરીને બીજા નવા સક્ષમ પસંદગી કારકો માટે નવી અરજીઓ મંગાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *