પ્રથમ વન-ડે મેચમાં હાર બાદ શિખર ધવને રિષભ પંથને નહીં પરંતુ આ દિગ્ગજ ખેલાડીને ગણાવ્યો હારનું મોટું કારણ…

હાલ ટીમ ઇન્ડિયા સમગ્ર સ્ટાફ સાથે ન્યૂઝીલેન્ડના પ્રવાસ પર છે જ્યાં ત્રણ મેચોની વન-ડે સિરીઝ રમાઈ રહી છે. આજે પ્રથમ વન-ડે મેચ ઈડન પાર્ક સ્ટેડિયમમાં રમાઈ હતી. આ પ્રથમ વન-ડે મેચમાં જ ટીમ ઇન્ડિયાને મોટી હાર મળી હતી. ન્યૂઝીલેન્ડ સામેની આ ત્રણ મેચોની વનડે સિરીઝની શરૂઆત ખૂબ જ ખરાબ થઈ છે. આ પ્રથમ વન-ડે મેચની વાત કરીએ તો ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સને પ્રથમ ટોચ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લઈ ટીમ ઇન્ડિયાને બેટિંગ કરવા માટે આમંત્રિત કરી હતી.

આ વનડે સિરીઝમાં ન્યૂઝીલેન્ડએ પ્રથમ મેચ જીતીને આ સમગ્ર સીરીઝમાં 1-0 ની મોટી લીડ મેળવી છે. આ પ્રથમ મેચમાં ટીમ ઇન્ડિયાની સ્થિતિ શરૂઆતમાં સારી હતી પરંતુ અંતમાં કરો યા મરો જેવી હાલત થઈ હતી. હવે આ સિરીઝની આગામી બંને મેચો ટીમ ઇન્ડિયા માટે જીતવી ખૂબ જ જરૂરી બની ગઈ છે. આ મેચમાં પ્રથમ ટીમ ઇન્ડિયાએ બેટિંગ કરીને 7 વિકેટ ગુમાવી 306 રન બનાવ્યા હતા. પરંતુ ન્યૂઝીલેન્ડની ટીમે 47.1 ઓવરમાં ફક્ત 3 વિકેટ ગુમાવી 309 રન બનાવીને મેચમાં મોટી જીત મેળવી હતી.

વનડે સિરીઝની આ પ્રથમ મેચમાં શરમજનક હાર મળતા શિખર ધવન ગુસ્સે ભરાયો હતો અને જાહેરમાં રીષભ પંથને નહીં પરંતુ આ સિનિયર ખેલાડીને હારનું મોટું કારણ ગણાવ્યો હતો. રિષભ પંથે આ સમગ્ર મેચ દરમિયાન કંઈ ખાસ પ્રદર્શન દેખાડ્યું હતું નહીં. રિષભ પંથ છેલ્લા ઘણા સમયથી તમામ મોટી અને અગત્યની મેચોમાં ફ્લોપ સાબિત થઈ રહ્યો છે. પરંતુ શિખર ધવને યુજવેદ્ર ચહલને હારનું મોટું કારણ ગણાવ્યો છે.

મેચ હાર્યા બાદ શિખરને મોટું નિવેદન આપતા કહ્યું હતું કે ટીમ ઇન્ડિયામાં મુખ્ય સ્પીનર તરીકે યજવેન્દ્ર ચહલને મોટી તક આપી હતી. પરંતુ તે આ મેચમાં કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યો નહીં. યુજવેન્દ્ર ચહલે 10 ઓવર દરમિયાન 67 રન આપીને એક પણ વિકેટ ઝડપી શક્યો નહીં. તે સંપૂર્ણ રીતે ફ્લોપ સાબિત થયો હતો. જેને કારણે ટીમ ઇન્ડિયાને પ્રથમ વન-ડે મેચમાં શરમજનક હાર મળી હતી.

તમને જણાવી દઈએ કે શિખર ધવનને બીજા કેટલાક નિવેદનો પણ જાહેર કર્યા છે જેમા તેણે કહ્યું છે કે ટીમ ઇન્ડિયાના ઘણા નવા યુવા બેટ્સમેનોએ સારું પ્રદર્શન કર્યું છે. જેને કારણે ટીમ ઇન્ડિયાએ 306 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. પરંતુ બોલિંગ લાઈન ખરાબ હોવાને કારણે અમુક મહત્વની વિકેટો છટકાવી શકયા નહીં. જેને કારણે ટીમ ઇન્ડિયાને મોટી હાર મળી હતી. આગામી સમયમાં આ ભૂલને અમે સુધારવાનો પ્રયત્ન કરીશું. ટીમ ઇન્ડિયામાં નવા બદલાવો સાથે આગામી મેચ રમવા માટે અમે મેદાને આવશું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *