હાર બાદ હાર્દિક પંડ્યાએ કહ્યું- શિવમ માવી નહીં પરંતુ આ યુવા ખેલાડીના લીધે અમે મેચ હાર્યા…
ભારતના ઘર આંગણે શ્રીલંકા સામે ત્રણ મેચોની T20 સિરીઝ રમાઈ રહી છે. જેની બીજી મેચ ગઈકાલે પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. જેમાં ભારતને કારમી હાર મળી હતી. હાર મળતા જ શ્રીલંકાએ આ સમગ્ર સીરીઝમાં 1-1થી બરાબરી કરી છે. આ સિરીઝ જીતવા માટે ટીમ ઇન્ડિયાને આગામી નિર્ણાયક મેચ જીતવી ખૂબ જ અગત્યની છે. હાર બાદ હાર્દિક પંડ્યાએ મોટું નિવેદન આપ્યું હતું.
શ્રીલંકા સામેની આ બીજી મેચ વિશે ટૂંકમાં વાત કરીએ તો પ્રથમ ભારતે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. અને શ્રીલંકાની ટીમને પ્રથમ બેટિંગ કરવા માટે મેદાને આમંત્રિત કરી હતી. શ્રીલંકન ટીમે પ્રથમ બેટિંગ કરીને 5 વિકેટ ગુમાવી 206 રનનો મોટો સ્કોર ઊભો કર્યો હતો. આ મેચ દરમિયાન ભારતીય બોલરોએ ખૂબ જ ખરાબ પ્રદર્શન દેખાડ્યું હતું જેને કારણે શ્રીલંકા સરળતાથી આ મોટો સ્કોર ઉભો કરવામાં સફળ રહી હતી.
આ સ્કોરનો પીછો કરતી વખતે ટીમ ઇન્ડિયાના ઓપનર બેટ્સમેનો પણ સંપૂર્ણ રીતે ફ્લોપ સાબિત થયા હતા. પરંતુ સૂર્યકુમાર યાદવ અને અક્ષર પટેલની જોરદાર પાર્ટનરશીપે ટીમ ઇન્ડિયાને શરમજનક હારથી બચાવી હતી. હાર બાદ હાર્દિક પંડ્યાએ મોટું નિવેદન આપ્યું હતું તેને કહ્યું હતું કે શિવમ માવી નહીં પરંતુ આ સ્ટાર ખેલાડીના લીધે અમે મેચ હારી ગયા છીએ. આ મેચમાં તેણે બોલિંગ કરવામાં ખૂબ જ મોટી ભૂલો કરી હતી.
તમને જણાવી દઈએ કે મેચ પૂર્ણ થયા બાદ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન હાર્દિક પંડ્યાએ અર્ષદિપ સિંહ વિશે ઘણી મોટી વાતો કરી હતી. હાર્દિક પંડ્યાએ તેને હારનું મોટું કારણ ગણાવતા કહ્યું હતું કે આજની મેચમાં અર્શદીપ સિંહે બોલિંગમાં ઘણી મોટી ભૂલો કરી હતી. તેણે બે ઓવરમાં સૌથી વધુ ઇકોનોમિક રેડથી 37 રન આપ્યા હતા. અને એક પણ વિકેટ ઝડપી શક્યો ન હતો. આ મેચ દરમિયાન તેણે સૌથી વધારે નોબોલ પણ ફેક્યા હતા. જે ટીમ ઇન્ડિયા માટે ખૂબ જ ભારે પડ્યું હતું.
અર્શદીપ સિંહની ખરાબ બોલિંગને કારણે ટીમ ઇન્ડિયા જીતેલી મેચ હારી ગઈ હતી. આ મેચ દરમિયાન તેણે સૌથી વધારે પાંચ નો બોલ ફેંક્યા હતા. જેને કારણે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વધુમાં અન્ય બોલરોની વાત કરીએ તો ઉમરાન મલિકે પણ ખૂબ જ સારી બોલિંગ કરી હતી. તેણે 4 ઓવરમાં 48 રન આપીને 3 મહત્વની વિકેટો છટકાવી હતી. અક્ષર પટેલ દ્વારા પણ ખૂબ જ સારું પ્રદર્શન બતાવવામાં આવ્યું હતું. પરંતુ અર્શદીપ સિંહની ખરાબ બોલિંગને કારણે ટીમ ઇન્ડિયાએ કારની હાર મેળવી છે.