ઇંગ્લેન્ડ સામેની મેચમાં કરારી હાર બાદ વિરાટ કોહલીએ આપ્યું મોટું નિવેદન કહ્યું એવું કે…
ટીમ ઇન્ડિયાના રન મશીન અને પૂર્વ કેપ્ટન એવા વિરાટ કોહલી એ ઇંગ્લેન્ડ સામે ઓસ્ટ્રેલિયાના એડિલેટ ગ્રાઉન્ડમાં રમાયેલ t20 વર્લ્ડ કપની સેમી ફાઇનલ મેચમાં શરમજનક હાર પછી વિરાટ કોહલીએ પોતાનું દિલ ખોલ્યું છે અને એક મોટું નિવેદન જાહેર કર્યું છે આ મેચની સાથે જ વિરાટ કોહલી ભારે નિરાશ અને ભાવુક થઈ ગયો હતો. તે t20 વર્લ્ડ કપ જીતવાનું સપનું પૂર્ણ કરી શક્યો નહીં અને વર્લ્ડ કપ જીત્યા વગર પરત ઇન્ડિયા પાછો ફર્યો છે.
મેચમાં શરમજનક હાર પછી વિરાટ કોહલી ના વિરાટ શબ્દો પરથી એવું કહી શકાય કે આ શરમજનક હારનું તેને ભારે દુઃખ છે. તે ખૂબ જ નિરાશ અને ભાવક થઈને ઘરે પાછો ફર્યો છે. 10 નવેમ્બરના રોજ ઓસ્ટ્રેલિયા ખાતે ટી ટ્વેન્ટી વર્લ્ડકપની બીજી સેમી ફાઇનલ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાય હતી આ મેચ ખૂબ જ રોમાંચિત મોડ સુધી પહોંચી હતી અને ઇંગ્લેન્ડે એક તરફી મેચ કરીને જીરો વીકેટે આ મેચને પોતાના નામે કરી હતી જેને કારણે ટીમ ઇન્ડિયાના ચાહકો અને ખેલાડીઓ ભારે નિરાશા અને શરમજનક થયા હતા.
ટી ટ્વેન્ટી વર્લ્ડકપની ફાઈનલ મેચ હવે 13 નવેમ્બર ના રોજ ઓસ્ટ્રેલિયા ખાતે ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે યોજાશે. ભારત હવે ટી ટ્વેન્ટી વર્લ્ડકપની આ સફર માંથી બહાર ફેંકાઈ ગયું છે. ઇંગ્લેન્ડ સામેની સેમિફાઇનલ મેચમાં ઇંગ્લેન્ડ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો ત્યારબાદ ટીમ ઇન્ડિયાના ઓલ રાઉન્ડર બેટ્સમેન હાર્દિક પંડ્યા અને ઘાતક બેટ્સમેન વિરાટ કોહલી દ્વારા 6 વિકેટ ગુમાવીને 168 રન નો ટાર્ગેટ ઇંગ્લેન્ડને આપ્યો હતો આ મેચમાં હાર્દિક પંડ્યા અને વિરાટ કોહલીએ સારુ પ્રદર્શન કર્યું હતું. પરંતુ ખરાબ બોલીને કારણે કરારી હાર ભોગવી હતી.
મેચમાં હાર મળતાની સાથે જ પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને તમામ ખેલાડીઓની સાથે જ ચાહકો પણ ભારે નિરાશ જોવા મળ્યા હતા. વિરાટ કોહલીએ પોતાના ટ્વીટર એકાઉન્ટમાં સમગ્ર ટીમ સાથે ટી ટ્વેન્ટી વર્લ્ડકપની આ મેચની એક પોસ્ટ શેર કરી છે આ પોસ્ટમાં ટીમ ઇન્ડિયા ના તમામ ખેલાડીઓ રાષ્ટ્રગીત ગાવા માટે ઊભા રહ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે અને વિરાટ કોહલીએ આ તસ્વીરના કેપ્શન માં પોતાનું નિવેદન લખ્યું છે કે અમે અમારું સપનું સાકાર કર્યા વગર નિરાશા ની સાથે ઓસ્ટ્રેલિયા છોડી રહ્યા છીએ આ સફરમાં અમે ઘણી યાદગાર ક્ષણો પાછી મેળવી રહ્યા છીએ અમારું લક્ષ આવતા સમયમાં વધુ સારું પ્રદર્શન કરવાનું રહેશે. જુઓ પોસ્ટ