કારમી હાર બાદ રોહિત શર્મા બીજી વનડેમાં કરશે આ બે મોટા બદલાવો, જાણો કોને મળશે સ્થાન અને કોનું પત્તું કપાશે….

બાંગ્લાદેશ અને ભારત વચ્ચે રવિવારે ઢાકામાં વનડે સિરીઝની શરૂઆત થઈ છે. જેની પ્રથમ મેચમાં બાંગ્લાદેશે ભારતને 1 વિકેટે હરાવ્યું હતું. આ મેચમાં બાંગ્લાદેશે જીત મેળવતા સમગ્ર સિરીઝમાં 1-0 થી મોટી લીડ મેળવી હતી. ટીમ ઇન્ડિયાએ આ મેચમાં ખૂબ જ ખરાબ પ્રદર્શન દેખાડ્યું હતું. ટીમ ઇન્ડિયાને આ સમગ્ર સિરીઝ જીતવા માટે આગામી બંને મેચો જીતવી ખૂબ જ અગત્યની છે. જેથી ટીમમાં ઘણા બદલાવો કરવામાં આવી રહ્યા છે.

બીજી વન-ડે મેચ 7 ડિસેમ્બરના રોજ રમવાની છે. આ મેચ જીતવી ટીમ ઇન્ડિયા માટે ખૂબ જ અગત્યની છે. પ્રથમ મેચ વિશે ટૂંકમાં વાત કરીએ તો બાંગ્લાદેશે પ્રથમ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ ટીમ ઇન્ડિયા બેટિંગ કરવા માટે ઊતરી હતી. પરંતુ 41.2 ઓવરમાં 186 રન બનાવીને સમગ્ર ટીમ આઉટ થઈ હતી. આ ટાર્ગેટને પૂર્ણ કરવા માટે બાંગ્લાદેશની ટીમ મેદાને ઉતરી હતી. પરંતુ 46 ઓવરમાં આ ટાર્ગેટ પૂર્ણ કરીને 1 વિકેટે મોટી જીત મેળવી હતી.

પ્રથમ મેચમાં કારમી હાર બાદ રોહિત શર્માનો ગુસ્સો ફાટી નીકળ્યો છે. આગામી મેચમાં ટીમ ઇન્ડિયામાં ઘણા મોટા બદલાવો કરવામાં આવી શકે છે. પ્રેસ કોન્ફરન્સમાં રોહિત શર્માએ ઘણા મોટા બદલાવના સંકેત આપ્યા છે. આગામી મેચમાં આ મહત્વના બે મોટા બદલાવો કરશે. સમગ્ર સિરીઝ જીતવા માટે આગામી મેચ જીતવી ટીમ ઇન્ડિયા માટે ખૂબ જ અગત્યની છે. ઇન્ડિયા માટે આ કરો યા મરોની સ્થિતિ ઉત્પન્ન થઈ છે.

પ્રથમ વન-ડે મેચમાં રોહિત શર્મા ફ્લોપ સાબિત થયેલ ભારતીય સ્ટાર ઓલ રાઉન્ડર શાહબાઝ અહમદને બીજી વન-ડે મેચમાં બહારનો રસ્તો બતાવશે. શાહબાઝ અહમદ બેટિંગ અને બોલિંગ બંનેમાં નિષ્ફળ સાબિત થયો હતો. તેણે પ્રથમ મેચમાં 9 ઓવર ફેંકીને સૌથી વધારે 39 રન આપ્યા હતા અને એક પણ વિકેટ ઝડપી શક્યો ન હતો. જેને કારણે તેને બહાર કરીને સ્ટાર ઓલ રાઉન્ડર અક્ષર પટેલને ટીમમાં મોટું સ્થાન આપવામાં આવશે.

બીજા બદલાવમાં રોહિત શર્મા સ્ટાર ફાસ્ટ બોલર કુલદીપ સેનને ટીમમાંથી બહારનો રસ્તો બતાવવામાં આવશે. કુલદીપે આ ડેબ્યૂ મેચમાં કંઈ ખાસ પ્રદર્શન દેખાડ્યું નથી. જેને કારણે તેને બહાર કરીને ટીમ ઇન્ડિયાનો ફાસ્ટ બોલર ઉમરાન મલિકને મોટી તક આપવામાં આવશે. તે ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર પણ સફળ સાબિત થયો હતો. ન્યુઝીલેન્ડ પ્રવાસ પર ખૂબ જ જોરદાર પ્રદર્શન દેખાડ્યું હતું. જેથી રોહિત શર્મા કુલદીપ સેનના સ્થાને ઉમરાન માલિકને મોટી તક આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *