AUS સામેની વનડે સિરીઝ પૂર્ણ થતા આ સ્ટાર ખેલાડીનું કરિયર પણ થશે સમાપ્ત, હવે ક્યારેય નહીં મળે ટીમ ઇન્ડિયામાં સ્થાન…

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચોની વનડે સિરીઝની બીજી મેચ રવિવારના રોજ વિશાખાપટ્ટનમ ખાતે રમાઇ હતી. ઓસ્ટ્રેલિયાએ આ મેચમાં ભારતને 10 વિકેટે અત્યાર સુધીની સૌથી મોટી શરમજનક હાર આપી છે. આ મેચ દરમિયાન ભારતીય બેટ્સમેનો સંપૂર્ણ ફ્લોપ સાબિત થયા હતા. ઓસ્ટ્રેલિયાએ આ મેચ જીતીને ભારત સાથે સમગ્ર સીરીઝમાં 1-1 થી બરાબરી કરી છે. ભારતને આ સમગ્ર શ્રેણી જીતવા માટે આગામી ત્રીજી નિર્ણાયક મેચ જીતવી ખૂબ જ અગત્યની છે.

બીજી વન-ડે મેચ દરમિયાન આ સ્ટાર ખેલાડી ટીમ ઇન્ડિયા માટે બોજ બન્યો છે. સીરીઝની પ્રથમ મેચમાં પણ તે કંઈ ખાસ પ્રદર્શન બતાવી શક્યો નથી. જેને કારણે ઓસ્ટ્રેલિયા સામેની આ વનડે સિરીઝ પૂર્ણ થતાની સાથે જ તેનું વનડે ક્રિકેટ કરિયર પણ થશે સમાપ્ત. હવે ક્યારેય તેને ટીમ ઇન્ડિયામાં સ્થાન આપવામાં આવશે નહીં.

ટીમ ઇન્ડિયાનો આ સ્ટાર પ્લેયર ટી 20 ICC રેન્કિંગમાં નંબર વન છે. પરંતુ વન ડે ફોર્મેટમાં સંપૂર્ણ ઝીરોરૂપ સાબિત થયો છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલ ત્રણ મેચોની વન-ડે સિરીઝમાં તેને સ્થાન આપવામાં આવ્યું છે. પરંતુ પ્રથમ બંને મેચોમાં તે કઈ ખાસ કમાલ કરી બતાવ્યું નથી. જેને કારણે હવે આગામી દિવસોમાં તે વન-ડે ક્રિકેટ અને વન ડે વર્લ્ડ કપમાંથી પણ બહાર જોવા મળશે. ચાલો જાણીએ સ્ટાર ખેલાડી કોણ છે.

ટીમ ઇન્ડિયાનો વિસ્ફોટક બેટ્સમેન સૂર્યકુમાર યાદવ ઓસ્ટ્રેલિયા સામેની બંને વન-ડે મેચ દરમિયાન ઝીરો રન બનાવીને આઉટ થયો છે. તે બંને મેચ દરમિયાન સતત ફ્લોપ સાબિત થયો છે. તો બીજી તરફ ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝમાં પણ તેને સ્થાન આપવામાં આવ્યું હતું પરંતુ તેમાં તે કંઈ ખાસ પ્રદર્શન બતાવી શક્યો નથી. જેને કારણે આગામી દિવસોમાં તેનું ક્રિકેટ કરિયર સમાપ્ત થવાના આરે આવ્યું છે.

સૂર્યકુમાર યાદવનું ખરાબ પ્રદર્શન આવનારી મેચોમાં માંથી બહાર કરી શકે છે. સૂર્યકુમાર યાદવના બેટથી વર્ષ 2022માં ફેબ્રુઆરીમાં ODIમાં 64 રનની ઇનિંગ જોવા મળી હતી. ત્યારપછી તેના બેટમાંથી કોઈ મોટી ઈનિંગ્સ જોવા મળી નથી. ફેબ્રુઆરી 2022 થી, આ બેટ્સમેને 13 મેચ રમી છે પરંતુ એક પણ મેચમાં સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *