મેચ પૂર્ણ થયા બાદ સૂર્યાએ વિરાટ કોહલીનું લીધુ જોરદાર ઇન્ટરવ્યૂ પૂછ્યા એવા એવા સવાલ કે… -જુઓ વિડીયો
ભારત અને શ્રીલંકા વચ્ચે 10 જાન્યુઆરીથી ત્રણ મેચોની વનડે સિરીઝની શરૂઆત થઈ છે. આ સિરીઝની પ્રથમ મેચ ગઈકાલે આસામાના ગુવાહાટી સ્ટેડિયમ ખાતે રમાઇ હતી. આ મેચ પૂર્ણ થયા બાદ સૂર્યકુમાર યાદવે વિરાટ કોહલીનું ખૂબ જ જોરદાર ઇન્ટરવ્યૂ લીધુ હતું. ઇન્ટરવ્યૂ દરમિયાન સૂર્યાએ એવા એવા સવાલો પૂછ્યા હતા, જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
આ સિરીઝની પ્રથમ મેચ વિશે ટૂંકમાં વાત કરીએ તો પ્રથમ શ્રીલંકાએ ટોચ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય ટીમને પ્રથમ બેટિંગ કરવા માટે મેદાને આમંત્રિત કરી હતી. ભારતીય ટીમ પ્રથમ બેટિંગ કરીને 7 વિકેટના નુકસાન પર 373નો મોટો સ્કોર ઉભો કર્યો હતો. ત્યારબાદ શ્રીલંકન ટીમ આ મોટા સ્કોરનો પીછો કરવા મેદાનને ઉતરી હતી. પરંતુ ભારતીય ટીમે 67 રને આ મેચમાં ભવ્ય વિજય મેળવ્યો હતો. મેચ પૂર્ણ થયા બાદ ઘણા રોમાન્ચિક દ્રશ્યો સામે આવ્યા હતા.
આ મેચ દરમિયાન ભારતીય ટીમ એ ખૂબ જ જોરદાર પ્રદર્શન બતાવ્યું હતું. ટીમ ઇન્ડિયાના સ્ટાર બેટ્સમેન રોહિત શર્માએ 83 રન, શુભમન ગીલે 70 રન અને કિંગ કોહલીએ આ મેચ દરમિયાન પોતાના કરિયરની 73મી સદી ફટકારી હતી. આ મેચ દરમિયાન વિરાટ કોહલીએ 113 રન ફટકાર્યા હતા. વધુમાં આ મેચમાં વિરાટ કોહલીને મેન ઓફ ધ મેચ એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. વિરાટ કોહલી ફરી તેના ઘાતક ફોર્મમાં જોવા મળ્યો હતો.
પરંતુ મેચ પૂર્ણ થયા બાદ સૂર્યકૂમાર યાદવ અને વિરાટ કોહલીની વાતચીતનો એક વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો ખુદ બીસીસીઆઈ દ્વારા ટ્વીટ પણ કરવામાં આવ્યો છે. આ વીડિયો જોઈને ઘણા ચાહકો તેના પર વિવિધ પ્રતિક્રિયાઓ આપતા નજરે પડ્યા છે. મેચ બાદ સૂર્યકુમારે યાદવે વિરાટ કોહલીના ખૂબ જ વખાણ કર્યા હતા. અને તેને અલગ અલગ સલાહો પણ આપતો જોવા મળ્યો હતો. જુઓ વિડિયો