ન્યૂઝીલેન્ડ સામેની બીજી વનડે મેચમાં શાનદાર જીત બાદ રોહિત શર્માએ આ ખેલાડીઓને આપ્યો જીતનો મોટો શ્રેય…
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે હાલ ત્રણ મેચોની વન-ડે સિરીઝ ચાલી રહી છે. આ સિરીઝની બીજી મેચ શનિવારે છત્તીસગઢના રાયપુર સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. જેમાં ભારતે 8 વિકેતે મોટી જીત મેળવી હતી. આ ભવ્ય વિજય મેળવતાની સાથે જ ન્યૂઝીલેન્ડ સામેની આ ત્રણ મેચોની વન-ડે સિરીઝમાં ભારતે 2-0 થી મોટી વિજય લીડ મેળવી છે. આ બીજી વન-ડે મેચ એક તરફી જોવા મળી હતી.
આ મેચ વિશે ટૂંકમાં વાત કરીએ તો પ્રથમ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોચ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ન્યૂઝીલેન્ડ ટીમને બેટિંગ કરવા માટે મેદાને આમંત્રિત કરી હતી. ન્યૂઝીલેન્ડની ટીમે પ્રથમ બેટિંગ કરીને 34.3 ઓવરમાં ફક્ત 108 રન બનાવીને ઓલ આઉટ થઈ હતી. ત્યારબાદ ભારતીય ટીમને ફક્ત 20.1 ઓવરમાં બે વિકેટ ગુમાવીને 111 રન બનાવી આઠ વિકેટે ભવ્ય વિજય મેળવ્યો હતો.
મેચ પૂર્ણ થયા બાદ પ્રેસ કોન્ફરન્સમાં કેપ્ટન રોહિત શર્માએ ટીમના ઘણા ખેલાડીઓના વખાણ કર્યા હતા. અને તેને આ બીજી વન-ડે મેચ જીતવાનો મોટો શ્રેય પણ આપ્યો હતો. આ મેચ દરમિયાન ભારતીય ટીમના ઝડપી બોલર મોહમ્મદ શમીને તેના જોરદાર પ્રદર્શનના કારણે બીજી મેચ દરમિયાન પ્લેયર ઓફ ધ મેચ નો એવોર્ડ પણ આપવામાં આવ્યો છે.
મહમ્મદ શમીએ આ મેચ દરમિયાન છ ઓવર મેડલ નાખીને ફક્ત 18 રન આપ્યા હતા. તેની સાથે ત્રણ મહત્વની વિકેટો ઝડપી હતી. જેને કારણે મેચ પૂર્ણ થયા બાદ રોહિત શર્માએ મોહમ્મદ શમીના ખૂબ જ વખાણ કર્યા હતા. રોહિતે મેચ પૂર્ણ થયા બાદ જીતનો મોટો શ્રેય ટીમના તમામ બોલરોને આપ્યો છે. ભારતીય ટીમની બોલિંગ ખૂબ જ જોરદાર રહી હતી.
મેચ પૂર્ણ થયા બાદ કેપ્ટન રોહિત શર્માએ જણાવ્યું હતું કે મહમ્મદ શમી ઉપરાંત હાર્દિક પંડ્યા અને વિશિંટન સુંદર એ પણ આ મેચ દરમિયાન બે બે વિકેટ ઝડપી હતી. જેને કારણે ભારતીય ટીમ વધુ મજબૂત સ્થિતિમાં જોવા મળી હતી. મેચ પૂર્ણ થયા બાદ આ બંને ખેલાડીઓના પણ રોહિત શર્માએ ભારે વખાણ કર્યા હતા અને આ ખેલાડીઓને જીતનો મોટો શ્રેય પણ આપ્યો હતો.