ઓક્શન બાદ ગુજરાત ટાઇટન્સની ટીમ દેખાય છે કંઇક આવી, જાણો કોને મળ્યું સ્થાન અને કોનું પત્તું કપાયું…
ભારતમાં IPL 2023 ને લઈને પૂરજોશમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. IPL 2023 નું ઓપ્શન 23 ડિસેમ્બરના રોજ કેરલના કોચી ખાતે યોજવામાં આવ્યું હતું. આ પહેલા IPL ની તમામ ટીમો દ્વારા પોતાના રિટર્ન અને રિલીઝ ખેલાડીઓની યાદી જાહેર કરવામાં આવી હતી. દરેક ટીમો ઓપ્શનમાં ખેલાડીઓને ખરીદવા માટે ખૂબ જ તગડી બોલી લગાવી રહી હતી. આ મીની ઓપ્શનમાં ગુજરાત ટાઇટન્સની ટીમે કુલ 7 ખેલાડીઓની ખરીદી કરી છે.
ગુજરાત ટાઇટન્સે ઓક્શનમાં ખરીદી કરેલ ખેલાડી વિશે વાત કરીએ તો પ્રથમ હૈદરાબાદ દ્વારા રિલીઝ કરાયેલ કેમ વિલિયમસનને ગુજરાતની ટીમે બે કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. કેન વિલિયમસન આ વર્ષે ગુજરાત તરફથી નંબર ત્રણ પર બેટિંગ કરતો જોવા મળી શકે છે. ત્યારબાદ વેસ્ટ ઈન્ડિઝનો સ્ટાર રાઉન્ડર ઓડિયન સ્મિથને 50 લાખ રૂપિયા આપીને ગુજરાતની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
ગુજરાતની ટીમમાં ત્યારબાદ વિકેટકીપર બેટ્સમેન તરીકે કે એસ ભારતને 1.20 કરોડમાં લેવામાં આવ્યો છે. ત્યારબાદ સ્ટાર રાઉન્ડર શિવમ માંવીને 6 કરોડ રૂપિયાની મોટી બોલી લગાવીને ગુજરાતની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. આ સ્ટાર રાઉન્ડર ખેલાડીને ખરીદવા માટે બીજી ઘણી ટીમો મેદાન પર ઉતરી હતી પરંતુ ગુજરાતે સૌથી વધુ બોલી લગાવીને મેદાન માર્યું હતું. આ ઉપરાંત ફાસ્ટ બોલર મોહિત શર્માને 50 લાખ રૂપિયા, ઉર્વીલ પટેલને 20 લાખ અને જોશો લીટલ 4.4 કરોડ રૂપિયા આપીને ખરીદવામાં આવ્યો છે.
IPL 2023ની હરાજીમાં ખરીદેલ ખેલાડીઓ : કેન વિલિયમસન (2 કરોડ), ઓડિયન સ્મિથ (50 લાખ), કેએસ ભારત (1.20 કરોડ), શિવમ માવી (6 કરોડ), ઉર્વીલ પટેલ (20 લાખ), જોશો લિટલ (4.4 કરોડ), મોહિત શર્મા (50 લાખ).
ગુજરાત ટાઇટન્સે રિટેન કરેલા ખેલાડીઓ: અભિનવ સદારંગાની, અલઝારી જોસેફ, બી. સાઇ સુદરસન, દર્શન નલકાંડે, ડેવિડ મિલર, હાર્દિક પંડ્યા, જયંત યાદવ, મેથ્યુ વેડ, મોહમ્મદ શમી, નૂર અહમદ, પ્રદીપ સાંગવાન, આર. સાઇ કિશોર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, શુભમન ગિલ, વિજય શંકર , રિદ્ધિમાન સાહા, યશ દયાલ.