હરાજી બાદ ધોનીની ટીમ બની મજબૂત, સ્ટોક્સ, રહાણે સહિત આ સ્ટાર ખેલાડીઓને ટીમમાં કર્યા સામેલ, જુઓ સંપૂર્ણ ટીમ…
IPL 2023 ને લઈને મોટી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. તેવામાં થોડા સમય પહેલા તમામ ટીમો દ્વારા રિટર્ન અને રીલીઝ ખેલાડીઓની યાદી જાહેર કરી હતી. ત્યારબાદ 23 ડિસેમ્બરના રોજ કેરળના કોચી ખાતે IPL 2023નું મીની ઓક્શન યોજવામાં આવ્યું હતું. આ રાજ્યમાં ઘણા નવા યુવા ખેલાડીઓનું કિસ્મત જાગી ઉઠ્યું હતું તો આ સાથે જ ઘણા ખેલાડીઓ ખરીદીમાં સંપૂર્ણ ફ્લોપ સાબિત થાય હતાં.
IPLની ખૂબ જ મજબૂત ટીમ ચેન્નઇ સુપરકિંગ્સ વિશે વાત કરીએ તો હરાજી બાદ ચેન્નાઈ સુપરકિંગ ખૂબ જ મજબૂત સ્થિતિમાં જોવા મળી રહી હતી. આ હરાજી વિશે તમને ટૂંકમાં જણાવી દઈએ તો ઇંગ્લેન્ડનો સ્ટાર ઓલરાઉન્ડર બેટ્સમેન સેમ કરણ સૌથી વધુ મોંઘો ખેલાડી બન્યો છે. તેને પંજાબ કિંગ્સ દ્વારા 18.50 કરોડની કિંમતે ખરીદવામાં આવ્યો છે. તો બીજી તરફ CSK એ બેન સ્ટોક અને રહાણે જેવા ખેલાડીઓને મોટી કિંમત આપીને ટીમમાં સામેલ કર્યા હતા.
ચેન્નાઈ સુપરકિંગ્સેસને 16.25 કરોડ માં ખરીદીને ટીમમાં સામેલ કરી તેમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી હતી. તો આ સાથે જ ટીમને મિડલ ઓર્ડરમાં વધુ મજબૂત કરવા માટે રહાણે અને શેખ રસીદને ખરીદ્યા હતા. ચેન્નઇ સુપરકિંગ ફાસ્ટ બોરલ લૂંગી એનગીડીને બહાર કરીને તેના સ્થાને કાયલ જેમિનસનને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું.
CSKએ આ વખતે તેમને 25 ખેલાડીઓથી ટીમને પૂર્ણ કરી છે. જેમાં 8 વિદેશી ખેલાડીઓ અને 17 સ્થાનિક ખેલાડીઓનો સમાવેશ થાય છે. CSK પાસે હજુ પણ 1.50 કરોડની રકમ પડી છે. CSK એ ઓક્શન 2023માં ખરીદેલ ખેલાડીઓની યાદી : અજિંક્ય રહાણે, બેન સ્ટોક્સ, શેખ રાશિદ, નિશાંત સંધુ, કાયલ જેમિન્સન, અજય મંડલ અને ભગત વર્મા.
IPL 2023 માટે ચેન્નાઈ સુપર કિંગ્સની સંપૂર્ણ ટીમ: રિટેન કરાયેલા ખેલાડીઓ – એમએસ ધોની, ડેવોન કોનવે, રુતુરાજ ગાયકવાડ, અંબાતી રાયડુ, સુભ્રાંશુ સેનાપતિ, મોઈન અલી, શિવમ દુબે, રાજવર્ધન હેંગરગેકર , ડ્વેન પ્રિટોરિયસ, મિશેલ સેન્ટનર, રવિન્દ્ર જાડેજા, તુષાર દેશપાંડે, મુકેશ ચૌધરી, દીપેશ ચૌધરી, દીપકેન્દ્ર સિંહ, ચૌધરી સિંઘાર, પ્રશાંત સોલંકી અને મહેશ તિક્ષા.