ટીમ ઇન્ડિયાની જાહેરાત બાદ, આ દિગ્ગજ ખેલાડી ઇજાગ્રસ્ત થતાં શ્રીલંકા સામેની સિરીઝ માંથી થયો બહાર…
ટીમ ઇન્ડિયાનો બાંગ્લાદેશ પ્રવાસ 26 ડિસેમ્બરથી પૂર્ણ થયો છે. બાંગ્લાદેશ પ્રવાસ બાદ ટીમ ઇન્ડિયા ઘર આંગણે શ્રીલંકા સામે 3 થી 6 જાન્યુઆરી વચ્ચે ત્રણ મેચોની T 20 સિરીઝ અને 10 જાન્યુઆરીથી 3 મેચોની વનડે સિરીઝ રમવાની છે. આ બંને સિરીઝ માટે તાજેતરમાં જ બીસીસીઆઈ દ્વારા અલગ અલગ 16 સભ્યોની ભારતીય ટીમની મોટી જાહેરાત કરી છે. ટીમની જાહેરાત બાદ આ એક મોટા સમાચાર આવી રહ્યા છે.
આગામી વર્ષ 2023માં આવી રહેલ વન-ડે વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને ટીમ ઇન્ડિયામાં BCCI દ્વારા ઘણા બદલાવો કરવામાં આવ્યા છે. શ્રીલંકા સામેની T20 સિરીઝમાં ઘણા સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે અને નવા યુવા ખેલાડીઓને ટીમનું ભવિષ્ય માનીને ટીમમાં મોટી તક આપવામાં આવી રહી છે. પરંતુ આ મેચ વિનર ખેલાડી ટીમની જાહેરાત બાદ ગંભીર ઇજાગ્રસ્ત થયો છે. જેને કારણે હાલ શ્રીલંકા સામેની સિરીઝ માંથી બહાર થયો છે.
તમને જણાવી દઈએ કે ટીમ ઇન્ડિયાનો સ્ટાર વિકેટકિપર બેટ્સમેન રીષભ પંત ટીમ ઇન્ડિયાની જાહેરાત બાદ ગંભીર ઈજાગ્રસ્ત થયો છે. જેને કારણે હાલ તે શ્રીલંકા સામેની સિરીઝમાં ટીમ ઇન્ડિયાનો ભાગ બની શકશે નહીં. ત્રણ જાન્યુઆરીથી શરૂ થતી શ્રીલંકા સામેની સીરીઝોમાં રિષભ પંતને ટીમ ઇન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો નથી. એવું માનવામાં આવી રહ્યું છે કે છેલ્લા ઘણા સમયથી રિષભ પંત ખૂબ જ ખરાબ પ્રદર્શન બતાવી રહ્યો છે જેના કારણે હાલ તેને ટીમમાંથી બહાર નો રસ્તો બતાવવામાં આવ્યો છે.
પરંતુ રિષભ પંથને કેમ ટીમ માંથી બહાર કરવામાં આવ્યો તેને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રિષભ પંથ ગંભીર ઇજાગ્રસ્ત થવાના કારણે શ્રીલંકા સામેની બંને સિરીઝ માંથી બહાર થયો છે. તમને જણાવી દઈએ કે રિષભ પંતના ઘૂંટણના ભાગમાં ગંભીર ઇજા પહોંચી છે. જેને કારણે હાલ તે મેડિકલ ટીમની દેખરેખમાં રાખવામાં આવ્યો છે. તેને સ્વસ્થ થવામાં સમય લાગી શકે છે. જેને કારણે ટીમ ઇન્ડિયાની જાહેરાત બાદ તેને શ્રીલંકા સામેની બંને સીરીજો માંથી બહારનો રસ્તો બતાવવામાં આવ્યો છે.
તાજેતરમાં જ પૂર્ણ થયેલ બાંગ્લાદેશ પ્રવાસ પર ત્રણ મેચોની વનડે સિરીઝ રમાઈ હતી. જેમાં રિષભ પંત મેદાને રમતો જોવા મળ્યો ન હતો. બાંગ્લાદેશ સામેની આ સિરીઝ શરૂ થાય તે પહેલા રિષભ પંતે બીસીસીઆઈ પાસે ન રમવાની માંગણી કરી હતી. ત્યારબાદ વનડે સિરીઝમ તેના સ્થાને વિકેટકીપર તરીકે કે એલ રાહુલ મેદાને રમતો જોવા મળ્યો હતો. પરંતુ હવે શ્રીલંકા સામેની સિરીઝમાં પણ વિકેટકીપર બેટ્સમેન તરીકે કે એલ રાહુલ વનડે સિરીઝમાં રમતો જોવા મળી શકે છે.