MS ધોની બાદ, CSKનો નવો કેપ્ટન જાડેજા નહિ પરંતુ આ 25 વર્ષીય ઘાતક ખેલાડી બનશે, વસીમ જાફરે કરી પુષ્ટિ…

Ipl 2023 ની પૂર જોશમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. T20 વર્લ્ડ કપ પછી ટીમ ઇન્ડિયા ફરી એકવાર દ્વિપક્ષીય દેશો વચ્ચે સિરીઝ રમતી જોવા મળે છે ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ t20 મેચ વરસાદને કારણે રદ થઈ છે પરંતુ આગામી બીજી ટી 20 મેચ 20 નવેમ્બર ના રોજ ન્યૂઝીલેન્ડ ખાતે યોજાશે. વર્લ્ડ કપ હારતાની સાથે જ ટીમ ઇન્ડિયામાં મોટા બદલાવો કરવામાં આવી રહ્યા છે. ન્યૂઝીલેન્ડ સામેની આ ત્રણ મેચોની સિરીઝમાં હાર્દિક પંડ્યાને કેપ્ટનની કમાન સોંપવામાં આવી છે.

Ipl 2023ની તૈયારીઓમાં તમામ ટીમો દ્વારા તાજેતરમાં રિટર્ન અને રીલીઝ ખેલાડીઓના લિસ્ટ જાહેર કરી દેવામાં આવ્યા છે તો આ સાથે જ 23 ડિસેમ્બરના રોજ ipl 2023નું મીની ઓક્શન કોચી ખાતે ગોઠવવામાં આવ્યું છે. આવનારી સિઝનમાં તમામ ટીમો ખૂબ જ મજબૂત ખેલાડીઓ સાથે જોવા મળશે તેવા સંકેતો હાલ દેખાઈ રહ્યા છે તો આ સાથે જ એમ એસ ધોની પછી નવો કેપ્ટન કોણ બનશે તેને લઈને ભારે ચર્ચાઓ થઈ રહી છે.

ગત વર્ષે ipl 2022 માં ચેન્નાઇ સુપર કિંગ્સની જાડેજાને સોંપવામાં આપી હતી પરંતુ ipl 2022નો કપ જીતી શક્યો હતો નહીં તો આ સાથે જ મહેન્દ્ર સોની ધોનીએ ચેન્નાઇ સુપર કિંગ્સની કેપ્ટન શિપ અત્યાર સુધી સંભાળી હતું પરંતુ મહેન્દ્ર ધોની હવે આ છેલ્લી ipl રમી રહ્યો છે જેના કારણે આવતા વર્ષે CSK નો કેપ્ટન કોણ બનશે તેને લઈને વસીમ જફરે મોટું નિવેદન આપ્યું છે. તેણે કહ્યું છે કે મહેન્દ્રસિંહ ધોની બાદ રવિન્દ્ર જાડેજા નહીં પરંતુ આ ઘાતક ખેલાડી CSKનો નવો કેપ્ટન બનવા માટે પ્રબળ રીતે દાવેદાર છે.

હમણાં જ વસીમ જાફરે એક ઇન્ટરવ્યૂમાં નિવેદન આપ્યું છે કે મહેન્દ્ર સિંહ ધોની પછી જાડેજા નહિ પરંતુ ૨૫ વર્ષય ઋતુરાજ ગાયકવાડ CSK નો નવો કેપ્ટન બનવા માટે સંપૂર્ણ રીતે સક્ષમ છે. તો આ સાથે જ વસીમ જાફરે ઋતુરાજ ગાયકવાડના ખૂબ જ વધારે પડતા વખાણ કર્યા છે. ઋતુરાજ ગાયકવાડને કેપ્ટનશીપ કરવાનો ઘણો ઊંડાણપૂર્વકનો અનુભવ પણ છે જેને કારણે તેને આ ટીમની કેપ્ટનશીપ સોંપવી જોઈએ.

વધુમાં તમને જણાવી દઈએ કે ઋતુરાજ ગાયકવાડ ડોમેસ્ટિક ક્રિકેટમાં મહારાષ્ટ્ર ટીમનો કેપ્ટન પણ છે તેણે મહારાષ્ટ્રની ટીમને ઘણી મહત્વની જીતો પણ અપાવી છે તો આ સાથે જ હાલમાં ઋતુરાજ ટીમમાં ખૂબ જ મોટી જવાબદારી નિભાવી રહ્યો છે. જેને કારણે કહ્યું છે કે મારા મતે CSK નો આગામી કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ જ બનાવો જોઈએ. જાડેજાને CSK ની કેપ્ટનશીપ સોંપવામાં આવી હતી પરંતુ તે કેપ્ટનશીપ માટે સફળ થઈ શક્યો નહીં જેના કારણે હવે આગામી સમયમાં ઋતુરાજ ગાયકવાડને કેપ્ટન તરીકેનું પદ ટીમ આપી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *