T20 સિરીઝ હારતાં ન્યૂઝીલેન્ડના કેપ્ટને આપ્યું હારનું કારણ કહ્યું- સુર્યા નહીં પરંતુ આ ભારતીય ખેલાડીના લીધે અમને હાર મળી…
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચોની t20 સિરીઝ આજે પૂર્ણ થઈ છે. જેમાં આ સીરીઝની ત્રીજી ફાઇનલ મેચ આજે રમાય હતી. પરંતુ વરસાદને કારણે ડીએલએસ પદ્ધતિ દ્વારા આ મેચને ટાઇ જાહેર કરવામાં આવી હતી. જેના કારણે ટીમ ઇન્ડિયાએ આ સમગ્ર સિરીઝમાં ન્યૂઝીલેન્ડ સામે 1-0 થી સંપૂર્ણ જીત મેળવી હતી. આ સમગ્ર સીરીઝમાં હાર્દિક પંડ્યા કેપ્ટનશીપ કરતો નજરે પડ્યો હતો. મેચ હાર્યા બાદ ન્યૂઝીલેન્ડના કેપ્ટને હારનું મોટું કારણ જણાવ્યું છે.
આ ત્રીજી મેચ વિશે વિગતવાર વાત કરીએ તો ન્યુઝીલેન્ડે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને ટીમ ઇન્ડિયાને બોલિંગ કરવા માટે આમંત્રિત કરી હતી. ટીમ ઇન્ડિયાએ પ્રથમ બોલિંગ કરીને ન્યૂઝીલેન્ડ ની ટીમને 19.4 ઓવરમાં 160 રન આપીને ઓલ આઉટ કરી હતી. ત્યારબાદ ભારતીય ટીમ બેટિંગ કરવા માટે મેદાને ઉતરી હતી. ત્યારે ટીમે 9 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 175 રન બનાવ્યા હતા પરંતુ વરસાદને કારણે મેચને ઉભી રાખવામાં આવી હતી. ત્યારબાદ ડીએલએસ પદ્ધતિ દ્વારા મેચનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો.
સિરીઝમાં હાર મળતાની સાથે જ ન્યૂઝીલેન્ડ ટીમના કેપ્ટને પ્રેસ કોન્ફરન્સમાં નિવેદન આપતા જણાવ્યું છે કે સૂર્ય કુમાર યાદવ નહિ પરંતુ આ ભારતીય સ્ટાર ખેલાડી હારનું કારણ બન્યો છે. પ્રથમ બે મેચમાં ન્યૂઝીલેન્ડનો કેપ્ટન કેન વિલિયમ્સન હતો પરંતુ ત્રીજી ટી-ટ્વેન્ટી મેચમાં કેન વિલિયમ્સનને આરામ આપવામાં આવ્યો હતો અને તેના સ્થાને ટીમ સાઉથીને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. સિરીઝ હાર્યા બાદ તેણે ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને પોતાની હારનું કારણ ગણાવ્યો છે.
ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી t20 મેચમાં મોહમ્મદ સિરાઝ ખૂબ જ સારામાં સારૂ પ્રદર્શન દેખાડ્યું હતું. આ મેચમાં તેણે 4 ઓવર 17 રન આપીને મહત્વની 4 વિકેટ ઝડપી પાડી હતી આ ચાર વિકેટમાં ન્યૂઝીલેન્ડના મુખ્ય ચાર સ્ટાર બેટ્સમેનો સમાવેશ થાય છે. વધુમાં તેણે બીજી ટી 20 મેચમાં પણ ખૂબ જ જોરદાર પ્રદર્શન દેખાડ્યું હતું. આ કારણે ટીમ સાઉદીએ મોહમ્મદ સિરાજને પોતાની હારનું કારણ બનાવ્યો છે. વધુમાં તેણે મોહમ્મદ સિરાજના ભરપૂર વખાણ પણ કર્યા હતા.