મેચ હાર્યા બાદ શનાકાએ KL રાહુલને નહીં પરંતુ આ ઘાતક ખેલાડીને ગણાવ્યો હારનું કારણ…
ભારત અને શ્રીલંકા વચ્ચે હાલ ત્રણ મેચોની વન-ડે સિરીઝ ચાલી રહી છે. આ સિરીઝની પ્રથમ મેચમાં ભારતે 67 રને વિજય મેળવ્યો હતો. ત્યારબાદ ગઈકાલે આ સિરીઝની બીજી મેચ ઇડન ગાર્ડન સ્ટેડિયમ ખાતે રમાઇ હતી. જેમાં ભારતે ફરી એકવાર પોતાના ડંકો વગાડ્યો છે. અને શ્રીલંકા સામે 4 વિકેટએ ભવ્ય વિજય મેળવ્યો છે. આ વિજય મેળવતાની સાથે જ સમગ્ર સિરીઝમાં પણ ભવ્ય વિજય મેળવ્યો છે. આ સિરીઝમાં ભારત 2-0થી ભવ્ય લીડમાં છે.
રોહિત શર્માની આગેવાની હેઠળ ટીમ ઇન્ડિયા હાલ ખૂબ જ સારું પ્રદર્શન બતાવી રહી છે. મેચ હાર્યા બાદ શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાએ પ્રેસ કોન્ફરન્સ સામે ઘણા નિવેદનો આપ્યા હતા અને તેને જણાવ્યું હતું કે આ મેચ દરમિયાન ટીમ ઇન્ડિયાનો સ્ટાર બેટ્સમેન KL રાહુલ નહીં પરંતુ આ ઘાતક ખેલાડી હારનું કારણ બન્યો હતો. જેના કારણે અમે મેચ હારી ગયા હતા.
આ બીજી મેચ વિશે ટૂંકમાં વાત કરીએ તો પ્રથમ શ્રીલંકાએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. અને ભારતીય ટીમને પ્રથમ બોલિંગ કરવા માટે મેદાને આમંત્રિત કરી હતી. શ્રીલંકન ટીમ પ્રથમ બેટિંગ કરીને 39.4 ઓવરમાં 215 રન બનાવીને ઓલઆઉટ થઈ હતી. ત્યારબાદ ભારતીય ટીમે 6 વિકેટના નુકસાન પર 219 રન બનાવીને 4 વિકેટે ભવ્ય વિજય મેળવ્યો હતો. ભારતીય ટીમના બોલરોની સાથે બેટ્સમેનોએ પણ ખૂબ જ જોરદાર પ્રદર્શન બતાવ્યું હતું.
આ મેચ દરમિયાન KL રાહુલ છેલ્લે સુધી પીચ ઉપર ટકી રહીને 64 રન ફટકાર્યા હતા. જો KL રાહુલ આઉટ થઈ ગયો હોત તો ભારત પણ આ મેચ માંથી હાથ ધોઈ બેસે તેમ હતું. પરંતુ શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાએ રાહુલને નહીં પરંતુ ટીમ ઇન્ડિયાના સ્ટાર સ્પિન બોલર કુલદીપ યાદવને હારનું મોટું કારણ ગણાવ્યો છે. તેણે કહ્યું કે આ મેચ દરમિયાન કુલદીપ યાદવ અમારા માટે કાળ બન્યો હોય તેવું લાગ્યું હતું.
મેચમાં હાર બાદ શ્રીલંકન કેપ્ટન દાસુન શનાકાએ કહ્યું કે કુલદીપ યાદવ બીજી મેચ દરમિયાન ખૂબ જ જોરદાર પ્રદર્શન બતાવ્યું હતું. તેણે 10 ઓવરમાં 51 રન આપીને ત્રણ મહત્વની વિકેટો ઝડપી હતી. જેમાં અમારા મીડલ ઓર્ડર ના ત્રણેય બેટ્સમેનો આઉટ થયા હતા. અને અમારી ટીમને ખૂબ જ મોટો ઝટકો લાગ્યો હતો. ત્યારબાદ ભારતીય ટીમ સામે ટકી રહેવું ઘણું મુશ્કેલ બન્યું હતું. જેના કારણે કુલદીપ યાદવ અમારા માટે હારનું મોટું કારણ બન્યું હતું.