10 વિકેટે હાર્યા બાદ છેલ્લી મેચમાં રોહિત કરશે આ 3 મોટા બદલાવો, જાણો કોણ થશે IN અને કોણ થશે OUT…
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ગત રવિવારે વિશાખાપટ્ટનમ ખાતે 3 મેચોની વનડે સિરીઝની બીજી મેચ રમાઈ હતી. જેમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 10 વિકેટે ઇતિહાસની સૌથી મોટી શરમજનક હાર આપી છે. ઓસ્ટ્રેલિયાએ બીજી વન-ડે મેચ જીતીને સમગ્ર સીરીઝમાં ભારત સાથે 1-1ની બરાબરી કરી છે. ભારતને આ સમગ્ર સીરીઝ જીતવા માટે આ સિરીઝની છેલ્લી નિર્ણાયક મેચ જીતવી ખૂબ જ અગત્યની છે.
22 માર્ચના રોજ ચેન્નાઈ ખાતે ત્રીજી વન-ડે મેચ રમવા માટે ભારત અને ઓસ્ટ્રેલિયા આમને સામને જોવા મળશે. બીજી વન-ડે મેચમાં ભારતીય ટીમની બોલિંગ અને બેટિંગ સંપૂર્ણ ફ્લોપ જોવા મળી હતી. જેને કારણે ભારતને 10 વિકેટે હાર મળી હતી. હાર મળતાની સાથે જ કેપ્ટન રોહિત શર્મા ત્રીજી મેચમાં આ ત્રણ મોટા બદલાવો સાથે ઉતારશે. તેને લઈને હાલ મોટા સંકેતો આપ્યા છે.
ત્રીજી મેચને લઈને તાજેતરમાં જ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. તેણે તેમાં ઘણા સંકેતો આપ્યા હતા અને કહ્યું હતું કે ત્રીજી વન-ડેમાં ભારતની સંપૂર્ણ પ્લેઇંગ ઇલેવન બદલાઈ જશે. વનડે વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને ભારતીય ટીમને મજબૂત કરવી હાલ ખૂબ જ જરૂરી છે. જેને કારણે કેપ્ટન રોહિત શર્મા ત્રીજી વન-ડે મેચમાં કોઈપણ ખેલાડી પર દયા રાખશે નહીં અને જે ખરાબ ફોર્મમાં ચાલી રહ્યા છે તેને તાત્કાલિક ટીમમાંથી બહાર કરશે.
પ્રથમ બંને વન-ડે મેચ દરમિયાન આ ત્રણેય ખેલાડી નિષ્ફળ રહ્યા હતા. જેને કારણે કેપ્ટન રોહિત શર્મા છેલ્લી મેચમાં બહારનો રસ્તો બતાવશે. ચાલો જાણીએ કોણ થશે IN અને કોણ થશે OUT… સૌપ્રથમ ટીમ ઇન્ડિયાનો સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ પ્રથમ બંને મેચોમાં ગોલ્ડન ડકનો શિકાર બન્યો હતો. જેને કારણે તે ત્રીજી વન-ડે મેચમાં બહાર થશે. સૂર્યકુમાર યાદવને બહાર કરીને તેના સ્થાને નંબર 4 પર ઈશાન કિશનને મોટી તક આપી શકે છે.
ત્યારબાદ ચાઇના મેન સ્પીન બોલર કુલદીપ યાદવને ત્રીજી મેચમાં બહાર કરીને રોહિત ચેન્નાઈની પીચને ધ્યાનમાં રાખીને ટીમ ઇન્ડિયાનો સ્ટાર ફાસ્ટ યુવા બોલર ઉમરાન મલિકને સામેલ કરવામાં આવશે. તે ઓસ્ટ્રેલિયા સામે ઘાતક સાબિત થઈ શકે છે. ઉપરાંત ત્રીજા બદલાવમાં કેપ્ટન રોહિત ટીમ ઇન્ડિયાનો સ્ટાર ઓલ રાઉન્ડર અક્ષર પટેલને બહાર કરી છે. છેલ્લા ઘણા સમયથી તે ભારતીય ટીમ માટે વિકેટ લેવામાં નિષ્ફળ રહ્યો છે.
બેટિંગમાં સારું પ્રદર્શન બતાવી શકે છે. પરંતુ બોલીંગ લાઈન નબળી હોવાને કારણે બીજી વન-ડે મેચમાં કારમી હાર મળી હતી. જેને કારણે રોહિત શર્મા તેને બહાર કરીને તેના સ્થાને વોશિંગ્ટન સુંદરને સામેલ કરી શકે છે. ચેન્નાઈના ગ્રાઉન્ડ પર તે ઓસ્ટ્રેલિયા સામે કાળ બની શકે છે. કેપ્ટન રોહિત શર્મા ત્રણ મોટા બદલાવો સાથે ત્રીજી મેચમાં મેદાને ધૂમ મચાવતો જોવા મળશે.