KL રાહુલ બાદ કોણ બનશે ભારતીય ટીમનો નવો વાઈસ કેપ્ટન ? BCCIએ રોહિત શર્માને સોંપી આ મોટી જવાબદારી….
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હાલ 4 મેચોની બોર્ડર ગાવસ્કર ટ્રોફી ચાલી રહી છે. આ સિરીઝની પ્રથમ મેચમાં ભારતે 132 રને વિજય મેળવ્યો હતો. ત્યારબાદ રવિવારે પૂર્ણ થયેલ બીજી ટેસ્ટ મેચમાં પણ ભારતીય 6 વિકેટે શાનદાર જીત મેળવી છે. જેના કારણે સમગ્ર સિરીઝમાં ભારતે ઓસ્ટ્રેલિયા સામે 2-0ની મોટી લીડ બનાવી છે. ત્યારબાદ હવે આ સિરીઝની ત્રીજી મેચ ઇન્દોર ખાતે 1 માર્ચના રોજ રમાવાની છે.
તાજેતરમાં જ બીસીસીઆઇ દ્વારા ઓસ્ટ્રેલિયા સામેની આ છેલ્લી બે ટેસ્ટ મેચ માટે 17 સભ્યોની ભારતીય ટીમની મોટી જાહેરાત કરી હતી. જેમાં પ્રથમ બે મેચો દરમિયાન વાઇસ કેપ્ટન રહેલ રાહુલને છેલ્લી બે મેચોમાં વાઇસ કેપ્ટન પદ પરથી હરાવ્યો છે. બીસીસીઆઈ આ મોટો નિર્ણય જાહેર કર્યો છે. છેલ્લા ઘણા સમયથી KL રાહુલ ખૂબ જ ખરાબ ફોર્મમાં જોવા મળી રહ્યો છે. નબળા પ્રદર્શનને કારણે આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ બંને મેચોમાં KL રાહુલે કંઈ ખાસ પ્રદર્શન બનાવી શક્યો નથી. તો છેલ્લા એક વર્ષના આંકડા પર નજર કરીએ તો રાહુલ ટેસ્ટ મેચમાં અડધી સદી પણ ફટકારી શક્યો નથી. જાન્યુઆરી 2022માં છેલ્લી વખત તેણે અડધી સદી ફટકારી હતી. ત્યારબાદ તે ફરી તેના ફોર્મમાં જોવા મળ્યો નથી. સતત નબળી બેટિંગને કારણે બીસીસીઆઈ તેને હટાવ્યો છે.
ઓસ્ટ્રેલિયા સામેની આગામી બંને મેચો માટે નવા વાઈસ કેપ્ટનની પસંદ કરવાની મોટી જવાબદારી BCCI એ કેપ્ટન રોહિત શર્માને આપી છે. રિપોર્ટ અનુસાર જાણવા મળ્યું છે કે હાલ કોઈપણ ખેલાડીને વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો નથી. પરંતુ આ મોટો અધિકાર રોહિત શર્માને સોંપવામાં આવ્યો છે.
તમને જણાવી દઈએ કે આ પહેલા ઓસ્ટ્રેલિયા સામે ડિસેમ્બરમાં જાહેર કરવામાં આવેલ ભારતીય ટેસ્ટ ટીમમાં વાઈસ કેપ્ટન તરીકે KL રાહુલને પસંદ કરવામાં આવ્યો હતો. પરંતુ કંગાળ ફોર્મ ના કારણે તેને પસંદગીકારોએ વાઇસ કેપ્ટન પદેથી તાત્કાલિક હટાવી દેવામાં આવ્યો છે. KL રાહુલ બાદ હવે ચેતેશ્વર પુજારા વાઈસ કેપ્ટન બનવા માટે પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યો છે.