બાંગ્લાદેશ સામે ભારતની જીત બાદ આ બાંગ્લાદેશી ખેલાડીએ વિરાટ કોહલી પર ગંભીર આરોપો લગાવ્યા કહ્યું એવું કે…
ટી-20 વર્લ્ડકપ પુલ જોશમાં ચાલી રહ્યો છે ત્યારે ગત ગુરુવારે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે જબરદસ્ત મુકાબલો થયો હતો તેમાં ભારતે બાંગ્લાદેશને પાંચ રને હરાવીને સેમી ફાઇનલમાં પોતાનું સ્થાન સ્થિત કર્યું છે ટી-20 વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયા એ અત્યાર સુધીમાં ચાર મેચ રમી છે તેમાંથી ભારતે ત્રણ મેચો પર વિજય મેળવ્યો છે ત્યારે સાઉથ આફ્રિકા સામે કરારી હાર ભોગવી છે બાંગ્લાદેશ સામેની આ જીત બાદ ટીમ ઇન્ડિયા ભારે ઉત્સાહમાં જોવા મળી રહી છે.
ભારત અને બાંગ્લાદેશ સામેની આ મેચમાં ભારે રસાખસી જોવા મળી હતી અને આ સમગ્ર મેચ એક રોમાંચિત મોડ સુધી પહોંચી ગઈ હતી તેના કારણે હાલ આ મેચની સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા વિચારણાઓ થઈ રહી છે આ મેચમાં ટીમ ઇન્ડિયાએ પ્રથમ બેટિંગ કરીને 184 રન જડી દીધા હતા ત્યારબાદ મેચમાં વરસાદ વિલન બન્યો હતો જેને કારણે બાંગ્લાદેશને 16 ઓવરમાં 151 રનનો લક્ષ મળ્યો હતો પરંતુ ભારતે પાંચ રને બાંગ્લાદેશ સામે વિજય મેળવ્યો હતો. મેચ હાર્યા બાદ બાંગ્લાદેશના આ ખેલાડી દ્વારા વિરાટ કોહલી પર ગંભીર આરોપો લગાવવામાં આવી રહ્યા છે.
ટીમ ઇન્ડિયાની બાંગ્લાદેશ સામેની આ જીત બાદ મેચ પૂર્ણ થઈ ત્યારે ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન એવા વિરાટ કોહલી પર ખોટી રીતે ફિલ્ડીંગ ભરવાના કેટલાક આરોપો જિકવામાં આવી રહ્યા છે બાંગ્લાદેશના ખેલાડીઓ દ્વારા વિરાટ કોહલી ને એવું પણ કહેવામાં આવ્યું છે કે તમે છેતરપિંડી કરીને આ મેચ જીત્યા છો આ સમગ્ર ઘટના બાંગ્લાદેશ સામેની મેચમાં થઈ હતી આ સમગ્ર ઘટના વિશે વિગતવાર માહિતી આ લેખમાં અમે આપીશું.
ટી ટ્વેન્ટી વર્લ્ડકપની ભારતની બાંગ્લાદેશ સામેની આ મેચમાં સાતમી ઓવર અક્ષર પટેલ નાખવા માટે આવ્યો હતો ત્યારે બાંગ્લાદેશ તરફથી લિટન દાસ બેટિંગ કરતો જોવા મળ્યો હતો અક્ષર પટેલના ધાકડ બોલ પર લિટન દાસે એક શાનદાર શોટ ફટકાર્યો કર્યો હતો અને ત્યારબાદ રન આઉટ કરવા માટે થ્રો કરવામાં આવ્યો હતો ત્યારે વિરાટ કોહલીદ્વારા આ થ્રો કરવાનું નાટક કર્યું હતું તેને થ્રો કર્યો નહોતો પરંતુ થ્રો કરવાનું એક નાટક આચર્યું હતું જેના કારણે બાંગ્લાદેશી ખેલાડીઓ ભારે ગભરાટમાં મુકાઈ ગયા હતા.
આ ઘટનાને કારણે બાંગ્લાદેશના વિકેટકીપર બેટ્સમેન એવા નુરલ હસને વિરાટ કોહલી પર ખોટી રીતે ફિલ્ડીંગ ભરવાના મોટા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે તેને કહ્યું હતું કે આવું વર્તન કરવું યોગ્ય ગણી શકાય નહીં આ એક પ્રકારની છેતરપિંડી કહી શકાય વિરાટ કોહલીએ આવો અવરોધ કરવો જોઈએ નહીં. અમ્પાયરને પણ તે દેખાયું હતું નહીં. જો દેખાય એવું હોત તો ભારતીય ટીમને પાંચ રનની પેનલ્ટી મળી શકે તેમ હતી. તેને કારણે આ મેચ ટીમ ઇન્ડિયા હરી હોત તેવા ગંભીર આરોપો બાંગ્લાદેશથી ખેલાડીઓ દ્વારા લગાવવામાં આવી રહ્યા છે.