ભારતની બાંગ્લાદેશ સામે જીત બાદ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઇન્ટ ટેબલમાં થયો મોટો ફેરફાર, આ બે ટીમોનું ફાઇનલમાં પહોંચવું નક્કી, જાણો ભારતની સ્થિતિ…

ટીમ ઇન્ડિયાનો બાંગ્લાદેશ પ્રવાસ આજે પૂર્ણ થયો છે. બાંગ્લાદેશ પ્રવાસ પર બે મેચોની ટેસ્ટ શ્રેણી આજે સમાપ્ત થઈ છે. જેમાં ભારતે બાંગ્લાદેશને 2-0થી ક્લીન સ્વીપ કર્યું છે. ટીમ ઇન્ડિયાએ બીજી ટેસ્ટ મેચમાં ત્રણ વિકેટે મોટી જીત મેળવી છે. ભારતની બાંગ્લાદેશ સામે આ ભવ્ય જીત બાદ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઇન્ટ ટેબલમાં ઘણા મોટા ફેરફારો જોવા મળ્યા છે. આ જીત બાદ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારતની સ્થિતિ વધુ મજબૂત જોવા મળી રહી છે.

આગામી વર્ષ 2023 માં આવી રહેલ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલને લઇને ટીમ ઇન્ડિયાએ હાલ તેની પૂર્વ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ટીમ ઇન્ડિયાની ટેસ્ટ ટીમ હાલ ખૂબ જ મજબૂત સ્થિતિમાં જોવા મળી રહી છે. બાંગ્લાદેશ સામેની આ ટેસ્ટ સિરીઝમાં કેપ્ટન રોહિત શર્મા ઇજાગ્રસ્ત હોવાને કારણે ટીમની કેપ્ટનશીપ કે એલ રાહુલને સોંપવામાં આવી હતી. પરંતુ કે એલ રાહુલની સમજદારીને કારણે બાંગ્લાદેશ સામે બંને મેચોમાં ભવ્ય વિજય મેળવ્યો છે.

ભારતે બાંગ્લાદેશ સામે પ્રથમ ટેસ્ટ મેચમાં 188 રને અને બીજી ટેસ્ટ મેચમાં ત્રણ વિકેટે ભવ્ય વિજય મેળવીને બાંગ્લાદેશને 2-0 થી ક્લીન સ્વીપ આપ્યો છે. બાંગ્લાદેશ વિરુદ્ધ જીત બાદ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઇન્ટ ટેબલમાં ટીમ ઇન્ડિયા 4 ક્રમેથી સિદ્ધિ 2 ક્રમ પર પહોંચી ગઈ છે. આ પોઇન્ટ ટેબલમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 1 નંબર પર સ્થિત છે. ભારતીય ટીમ હાલ પોઇન્ટ ટેબલમાં સારું પ્રદર્શન બતાવી રહી છે જેને કારણે ભારતીય ટીમનું ફાઇનલ મેચ રમવું હવે ખૂબ સરળ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે.

બાંગ્લાદેશ સામે ભારતીય બેટ્સમેનો સહિત બોલરોએ પણ ખૂબ જ જોરદાર પ્રદર્શન બતાવ્યું હતું. જેને કારણે હાલ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઇન્ટ ટેબલ માં ભારત 58.93 ટકા સાથે બીજા ક્રમ પર જોવા મળે રહી છે. ઓસ્ટ્રેલિયા આ પોઈન્ટ ટેબલમાં 76.92% સાથે પ્રથમ ક્રમ પર પહોંચી છે. ટીમ ઇન્ડિયાને આ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવા માટે ઓસ્ટ્રેલિયન ટીમને હરાવી ખૂબ જ જરૂરી છે.

ભારતે બાંગ્લાદેશને હરાવીને તેને નંબર 9 ઉપર ધકેલી દીધું છે. તમને જણાવી દઈએ કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ માટે ઓસ્ટ્રેલિયા, ભારત, શ્રીલંકા અને સાઉથ આફ્રિકા પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી છે. જો સાઉથ આફ્રિકાની ટીમ આગામી સમયમાં ઓસ્ટ્રેલિયાને હરાવી દે તો ભારત પ્રથમ સ્થાન પર પહોંચી શકે છે. ત્યારબાદ ભારત પણ ઘર આંગણે જાન્યુઆરીમાં ઓસ્ટ્રેલિયા સામે પાંચ મેચોની ટેસ્ટ શ્રેણી રમાવાની છે તેમાં પણ જીત મેળવીને ટીમ ઇન્ડિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચમાં સ્થાન બનાવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *