ભારતની શરમજનક હાર બાદ વિરાટ પોતાના આંસુ રોકી ન શક્યો, કેપથી છુપાવ્યો ચહેરો, ચાહકોએ કહ્યું એવું કે…
ટી ટવેન્ટી વર્લ્ડ કપ જીતવાનું ભારતનું સપનું હવે સપનું રહી ગયું છે. T20 વર્લ્ડ કપની સેમિફાઇનલ મેચ 10 નવેમ્બર ના રોજ ઇંગ્લેન્ડ સામે રમાઈ હતી જેમાં ભારતે ઇંગ્લેન્ડના હાથે 10 વિકેટથી શરમજનક હાર મેળવી હતી ઇંગ્લેન્ડ સામેની આ સેમિફાઇનલ મેચની હાર પછી ટીમ ઇન્ડિયા વર્લ્ડ કપમાંથી બહાર થયું હતું. હવે ટી 20 વર્લ્ડ કપ ની ફાઇનલ મેચ 13 નવેમ્બરના રોજ પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ સામે યોજાશે.
ઇંગ્લેન્ડ સામેની આ સેમીફાઈનલ મેચ ભારત હરતા ની સાથે જ કરોડો ભારતીય ચાહકોના દિલ તૂટી ગયા હતા અને ચાહકો ભારે નિરાશા અનુભવ્યા હતા, ચાહકોની સાથે સાથે જ ટીમ ઇન્ડિયાના સમગ્ર ખેલાડીઓ પણ ભારે દુઃખમાં હોય તેવું લાગી રહ્યું છે. મેચ હર્તની સાથે જ કિંગ કોહલી જે રન મશીન તરીકે ઓળખાય છે તે પણ મેચ પછી ભારે ઉદાસ જોવા મળ્યા હતા મેચ પૂરી થતાની સાથે જ તેમની આંખોમાંથી ભારે દર્દ છલકાઈ ગયું હતું આ દુઃખ અને દર્દની કેટલીક તસવીરો હાલ સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહી છે
વિરાટ કોહલીએ આ સમગ્ર ટુર્નામેન્ટમાં ખૂબ જ ભારે મહેનત કરવા છતાં પણ છેલ્લે નિરાશા મળી હતી. વિરાટ કોહલી અમેબરના ક્રિકેટ ગ્રાઉન્ડમાં પાકિસ્તાન સામેની મેચમાં રમેલી ખૂબ જ યાદગાર બની ગઈ છે વિરાટ કોહલી પાકિસ્તાન સામે રમાયેલી મેચમાં હારના મુખમાંથી મેચને પાછળ લાવ્યો હતો અને અને ઐતિહાસિક જીત અપાવી હતી. તો આ સાથે જ સેમિફાઇનલની ઇંગ્લેન્ડ સામેની મેચમાં વિરાટ કોહલીએ 50 રન ફટકાર્યા હતા.
ટીમ ઇન્ડિયાની ઇંગ્લેન્ડ સામેની 10 વિકેટ કરામી હાર મળ્યા બાદ ભૂતપૂર્વક ટીમ ઇન્ડિયાના કેપ્ટન એવા વિરાટ કોહલી મેદાનમાં જ ખૂબ જ નિરાશા જનક સ્થિતિમાં દેખાયા હતા આટલું જ નહીં પોતાની લાગણીઓને ટોપી થી છુપાવતા હોય તેમ નજરે પડ્યા હતા આ સ્થિતિમાં આ મેચમાં સારામાં સારું પ્રદર્શન કરેલ હાર્દિક પંડ્યા દ્વારા વિરાટ કોહલીની ગળે લગાવીને શાંત કર્યો હતો બંને ખેલાડીનો અ ભાવુક વિડિયો હાલ સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.
ટીમ ઇન્ડિયાની શરમ જનક હાર બાદ વિરાટ કોહલી પોતાના આંસુને રોકી શક્યો નહિ અને પોતાની ટોપીથી પોતાનો ચહેરો ઢાંકી રહ્યો હતો ત્યારે ચાહકો દ્વારા તેને વિશેષ આશ્વાસન આપવામાં આવ્યું છે અને કહ્યું છે કે કિંગ કોહલી તમે વિશ્વના સૌથી સારામાં સારા બેટ્સમેન છો.