ગિલ-શમીની થઇ એન્ટ્રી, પાકિસ્તાન સામે આવી કંઇક રહેશે ભારતીય ટીમ, જાણો કોને મળશે સ્થાન…

ભારત અને પાકિસ્તાન વચ્ચે આવતીકાલે મહા મુકાબલો થવાનો છે. આ મેચ માટે હાલમાં બંને ટીમોના તમામ ખેલાડીઓ અમદાવાદ આવી પહોંચ્યા છે અને મેદાન પર સતત પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા છે. ભારતીય ટીમે આ પહેલા ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન સામે જબરદસ્ત જીત મેળવી છે. હવે પાકિસ્તાન સામે પણ જીત મળે તેવી આશા છે. આ પહેલા એક મહત્વની જાણકારી પણ મળી છે.

ભારતીય ટીમ દરેક મેચમાં બદલાયેલી જોવા મળી છે. તાજેતરમાં અફઘાનિસ્તાન સામે જીત મળી પરંતુ ઘણી મુશ્કેલીઓ પણ થઈ હતી. બીજી તરફ ઘણા નવા ખેલાડીઓ પણ સામેલ થયા છે. હાલમાં જ પ્લેઇંગ ઇલેવન વિશે પણ માહિતી મળી છે. તો ચાલો આપણે સમગ્ર ટીમ પર એક વખત નજર કરીએ અને જાણીએ કે પાકિસ્તાન સામેની મહત્વની મેચમાં કોને કોને સ્થાન આપવામાં આવી શકે છે.

સૌપ્રથમ ઓપનિંગ જોડીની વાત કરીએ તો રોહિત શર્મા અને શુભમન ગિલ બંને ઓપનિંગ કરતા જોવા મળી શકે છે. ગિલ હાલમાં રમવા માટે સંપૂર્ણપણે સ્વસ્થ થયો છે. તે પ્રેક્ટિસ પણ કરતો જોવા મળ્યો છે. જેથી આ બંનેની જોડી ફરી એક વખત મેદાને જોવા મળશે. આ ઉપરાંત વિરાટ કોહલી એક સફળ બેટ્સમેન તરીકે નંબર ત્રણ પર બેટિંગ કરતો જોવા મળશે. ફરી એક વખત તે પાકિસ્તાન સામે જબરદસ્ત રન બનાવી શકે છે.

મધ્યમ ક્રમની વાત કરીએ તો શ્રેયસ ઐયર નંબર ચાર પર બેટિંગ કરતો જોવા મળશે. આ ઉપરાંત રાહુલને નંબર પાંચ પર વિકેટકીપર બેટ્સમેન તરીકે સ્થાન આપવામાં આવશે. હાર્દિક પંડ્યા ઓલરાઉન્ડર તરીકે નંબર છ પર અને રવિન્દ્ર જાડેજા તરીકે નંબર સાત પર બેટિંગ તરીકે જોવા મળશે. આ બંને ખેલાડીઓ બોલિંગ અને બેટિંગ બંનેમાં ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

બોલિંગ લાઇનની વાત કરીએ તો કુલદીપ યાદવને સ્પીન બોલર તરીકે સ્થાન આપવામાં આવશે. ફાસ્ટ બોલરો તરીકે બુમરાહ, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજને સામેલ કરવામાં આવશે. પાકિસ્તાનની બેટિંગ લાઇનને ધ્યાનમાં રાખીને આ ત્રણેય ફાસ્ટ બોલરોને મેદાને ઉતારવામાં આવશે ભારતીય ટીમ ફરી એક વખત યોગ્ય કોમ્બિનેશન સાથે મેદાને જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *