કેપ્ટનશીપ મળતાં હાર્દિક પંડ્યા આવ્યો એક્શન મોડમાં રોહિત શર્મા વિશે કહ્યું એવું કે હું રોહિત જેવી ભૂલ…
ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ રોહિત શર્માની આગેવાની હેઠળ પૂર્ણ થયો છે ઇંગ્લેન્ડ સામે સેમિફાઇનલ મેચમાં 10 વિકેટ એ ખૂબ જ શરમજનક હાર મેળવી હતી. તો આ સાથે જ સમગ્ર t20 વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં રોહિત શર્મા ખૂબ જ ખરાબ ફોર્મ માં જોવા મળ્યો હતો. જેના કારણે હાલ રોહિત શર્માની કેપ્ટનશીપના લઈને મોટા સવાલો ઉઠી રહ્યા છે. પરંતુ હાલ ન્યૂઝીલેન્ડ સામે 18 નવેમ્બરથી શરૂ થતી ત્રણ મેચોની t20 સિરીઝમાં ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર બેટ્સમેન હાર્દિક પંડ્યાને કેપ્ટનની કમાન સોંપવામાં આવી છે.
રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ હારી ગયેલ ટીમ ઇન્ડિયા હાલ ન્યૂઝીલેન્ડના પ્રવાસે ગઈ છે. હાર્દિક પંડ્યાની સેના ન્યૂઝીલેન્ડ સામે ધમાલ મચાવવાની છે. કેપ્ટનશીપ મળતાની સાથે જ હાર્દિક પંડ્યા એક્શન મોડમાં આવ્યો છે અને તેમણે રોહિત શર્માની કેપ્ટનશીપ પર નિશાન બનાવ્યું છે. હાર્દિક પંડ્યા છેલ્લા કેટલાક સમયથી ખૂબ જ સારું પ્રદર્શન કરી રહ્યા છે.
Ipl ની પ્રથમ સિઝનમાં ગુજરાત ટાઇટન્સની કેપ્ટનશીપની કમાન હાર્દિક પંડ્યા એ સંભાળી હતી જેને કારણે ipl 2022 ની ટ્રોફી ગુજરાતે જીતી હતી. ipl 2022માં હાર્દિક પંડ્યા એ ખૂબ જ સંઘર્ષ કર્યો હતો જેના કારણે તેનું ફળ ગુજરાત ટાઇટન્સ ને મળ્યું હતું.તો આ સાથે જ ટીમ ઇન્ડિયા તરફથી હાર્દિક પંડ્યાને અલગ અલગ દેશોના પ્રવાસો પર ટીમ ઇન્ડિયાની કેપ્ટન શિપ સોંપવામાં આવી હતી. તેમાં પણ તેને ખૂબ જ સારું પ્રદર્શન દર્શાવ્યું હતું. ફરી એકવાર ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર ટીમ ઇન્ડિયાની કેપ્ટન શિપ હાર્દિક પંડ્યા ને સોંપવામાં આવી છે.
કેપ્ટન બનતાની સાથે જ હાર્દિક પંડ્યાએ વેલિંગ્ટનમાં ટી-20 સિરીઝની ટ્રોફીના ઉદ્ઘાટન પ્રસંગે કેપ્ટનશીપને લઈને રોહિત શર્મા પર નિશાન બનાવ્યું હતું અને કહ્યું હતું કે અમે ટી ટ્વેન્ટી વર્લ્ડકપને લઈને ખૂબ જ વધારે નિરાશ છીએ પરંતુ અમે વીતેલ સમયમાં થયેલ ભૂલોને સુધારવાનો પ્રયત્ન કરશું અને હવે ટીમમાં સુધારો કરવાની ખૂબ જ જરૂર છે કેટલીક ભૂલો સુધારવી ખૂબ જ જરૂરી છે. વધુમાં તેમને કહ્યું છે કે હું રોહિત શર્મા જેવી ભૂલો કરીશ નહીં..
વિરાટ કોહલી પછી ટીમ ઇન્ડિયાની કમાન રોહિત શર્માને કાયમી સોપવામાં આવી હતી પરંતુ કેપ્ટનશીપ મળતાની સાથે જ t20 સિરીઝ માં સારૂ પ્રદર્શન કર્યું હતું પરંતુ ટી 20 વર્લ્ડ કપમાં હિટમેન રોહિતે કેટલીક મોટી ભૂલો કરી હતી જેને કારણે રોહિત શર્મા 100ની સ્ટ્રાઈક્રેટથી પણ સારું પ્રદર્શન કરી શક્યો ન હતો. રોહિત શર્મા t20 વર્લ્ડ કપમાં ખૂબ જ દબાણ હેઠળ બેટીંગ કરતો જોવા મળ્યો હતો. તો આ સાથે જ ખરાબ લેન્થ સાથે બોલિંગ કરવી ખૂબ જ ભારે પડી હતી.