પ્રથમ ટેસ્ટ મેચમાં ભવ્ય વિજય બાદ હવે ભારતને ટેસ્ટનો વર્લ્ડ કપ (WTC) જીતવા કરવું પડશે આ એક મોટું કામ, નહીં તો…

ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને ખૂબ જ ખરાબ રીતે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પ્રથમ ટેસ્ટ મેચમાં હાર આપી છે. ઓસ્ટ્રેલિયા સામેની આ પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતે એક ઇનીંગ્સ અને 132 રને ભવ્ય વિજય મેળવ્યો છે. આ જીત મળતાની સાથે જ ભારતે સમગ્ર સીરીઝમાં 1-0 થી મોટી લીડ મેળવી છે. ભારતને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવા માટે આ સમગ્ર સીરીઝને જીતવી ખૂબ જ અગત્યની છે.

તમને જણાવી દઈએ કે આ ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં ફક્ત અઢી દિવસમાં પૂરી થઈ હતી. આ મેચ વિશે ટૂંકમાં વાત કરીએ તો પ્રથમ ઓસ્ટ્રેલિયાના કેપ્ટન ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા માટે ઉતરેલ ઓસ્ટ્રેલિયન ટીમએ પ્રથમ ઈનિંગ્સમાં 177 રન બનાવ્યા હતા. ત્યારબાદ ભારતીય ટીમે પ્રથમ દાવમાં 400 રન બનાવ્યા હતા. જેને કારણે ભારતીય ટીમે ખૂબ જ મોટી લેડ મેળવી હતી.

ત્યારબાદ બીજા દાવમાં ઓસ્ટ્રેલિયન ટીમ માત્ર 91 રન બનાવીને ઓલ આઉટ થઈ હતી. જેને કારણે આ પ્રથમ મેચમાં ભારતે ભવ્ય વિજય મેળવ્યો છે. આ વિજય ભારતને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ બનાવવામાં મોટો ફાયદો કરાવ્યો છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઇન્ટ ટેબલમાં ઓસ્ટ્રેલિયાની આ બીજી સૌથી મોટી હાર છે. ઓસ્ટ્રેલિયાએ 16 માંથી 10 મેચો જીતી છે. જેને કારણે 70.83 પોઇન્ટ ટકા સાથે તે પ્રથમ ક્રમ પર છે.

જ્યારે ટીમ ઇન્ડિયા 61.66 ટકા સાથે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં બીજા ક્રમ પર છે. ભારતે 15 મેચોમાંથી 9 મેચોમાં શાનદાર વિજય મેળવ્યો છે. તમને જણાવી દઈએ કે આઇસીસી દ્વારા પોઇન્ટ સિસ્ટમમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે. હવે મેચ જીત્યા બાદ તે ટીમને 12 પોઇન્ટ આપવામાં આવશે. જ્યારે હારેલી ટીમને એક પણ પોઇન્ટ આપવામાં આવશે નહીં. જો મેચ ટાઈ થાય તો 6 અને ડ્રો થાય તો 4 પોઇન્ટ આપવામાં આવશે.

તમને જણાવી દઈએ કે જો ભારતીય ટીમ આ શ્રેણી માં વધુ બે મેચો જીતી લે છે. તો જૂનમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પ્રવેશ કરી જશે. ટેસ્ટના સૌથી મોટો આ વર્લ્ડ કપની ફાઇનલ મેચ 7 થી 12 જૂનની વચ્ચે રમવાની છે. જો ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે 4-0 થી હરાવવામાં સફળ થશે તો ભારતીય ટીમ આ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ રમતી જોવા મળશે. પરંતુ જો ઓસ્ટ્રેલિયા ભારતને આવું કરવામાં રોકશે તો ભારતને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ બનાવવામાં મુશ્કેલી ઉભી થઇ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *