શ્રીલંકા સામેની T-20 સિરિઝમાં 4 મહિના બાદ BCCI અચાનક આ ઘાતક ખેલાડીની કરશે એન્ટ્રી….
ટીમ ઇન્ડિયાનો હાલ બાંગ્લાદેશ પ્રવાસ પૂર્ણ થયો છે. બાંગ્લાદેશ પ્રવાસ પર ટીમ ઇન્ડિયાને વનડે સિરીઝમાં સફળતા મળી શકી નહીં પરંતુ ટેસ્ટ સિરીઝમાં બાંગ્લાદેશને ક્લીન સ્વીપ કર્યું હતું. બાંગ્લાદેશ પ્રવાસ બાદ ટીમ ઇન્ડિયા 3 જાન્યુઆરીથી ઘર આંગણે શ્રીલંકા સામે ત્રણ મેચની T 20 સિરીઝ અને ત્રણ મેચની વનડે સિરીઝ રમવા જઈ રહી છે.
શ્રીલંકા સામેની આ ત્રણ મેચની T-20 સિરીઝમાં BCCI દ્વારા ટીમ ઇન્ડિયામાં ઘણા બદલાવો કરવામાં આવી શકે છે. ટીમ ઈન્ડિયાની પસંદગી માટે BCCI ઘણા મજબૂત પગલાં ભરી શકે છે. તો આ સાથે જ મીડિયા અહેવાલ મુજબ જાણવા મળ્યું છે કે BCCI 4 મહિના બાદ આ ઘાતક ખેલાડીની ટીમમાં એન્ટ્રી કરી શકે છે. ટીમ ઇન્ડિયામાં આ ખતરનાક ખેલાડીની એન્ટ્રીને કારણે શ્રીલંકાની ટીમમાં ભયનો માહોલ ઊભો થયો છે.
શ્રીલંકા સામેની ત્રણ મેચોની T20 સિરીઝ 3 થી 7 જાન્યુઆરીની વચ્ચે રમવાની છે. જેમાં બીસીસીઆઈ દ્વારા ચાર મહિના બાદ સૌથી ખતરનાક ખેલાડી રવિન્દ્ર જાડેજાની વાપસી કરવી શકે છે તેને લઈને હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રવિન્દ્ર જાડેજા જ્યારે મેદાન પર ઉતરશે ત્યારે શ્રીલંકાની ટીમમાં ભયનું મોજું ફરી વળશે. રવિન્દ્ર જાડેજા પોતાના દમ પર આ સમગ્ર સિરીઝમાં જીત અપાવી શકે છે.
રવિન્દ્ર જાડેજા બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગમાં ખૂબ જ જોરદાર પ્રદર્શન બતાવી શકે છે. રવિન્દ્ર જાડેજા છેલ્લા ઘણા સમયથી ગંભીર ઇજાને કારણે ક્રિકેટથી દૂર જોવા મળ્યો હતો. પરંતુ ફરી એકવાર તેના ફિટનેસને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. શ્રીલંકા સામેની ત્રણ મેચોની T20 સિરીઝમાં તે નંબર 7 પર બેટિંગ કરતો જોવા મળશે. તો આ સાથે જ સ્પિન બોલિંગની પણ મોટી જવાબદારી સોંપવામાં આવી છે.
રવિન્દ્ર જાડેજા છેલ્લે T 20 આંતરરાષ્ટ્રીય મેચ 31 ઓગસ્ટ 2022 ના રોજ એશિયા કપમાં રમતો જોવા મળ્યો હતો. પરંતુ આ મેચમાં તે ગંભીર ઇજાગ્રસ્ત થવાને કારણે ટીમ ઇન્ડિયા માંથી બહાર થયો હતો. પરંતુ ફરી એકવાર શ્રીલંકા સામેની ત્રણ મેચોની T20 સિરીઝમાં જાડેજા ધમાકેદાર વાપસી કરવા જઈ રહ્યો છે.