મોહમ્મદ શમીએ ફેંક્યો એવો ખાતરનાક બોલ કે સ્ટમ્પ ઉડીને પડ્યું 30 ફૂટ દૂર… – જુઓ વિડિયો
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 17 માર્ચથી ત્રણ મેચોની વન-ડે સિરીઝની શાનદાર શરૂઆત થઈ છે. આ સિરીઝની પ્રથમ મેચ મુંબઈના વાનખેડા સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. જેમાં ભારતીય કેપ્ટન હાર્દિક પંડ્યાએ પ્રથમ ટોચ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને ઓસ્ટ્રેલિયન ટીમને પ્રથમ બેટિંગ કરવા માટે મેદાને આમંત્રિત કરી હતી.
ભારતીય ટીમની બોલિંગ લાઈન ખૂબ જ મજબૂત જોવા મળી હતી. જેના કારણે ઓસ્ટ્રેલિયન ટીમ ફક્ત 34.5 ઓવરમાં 188 રન બનાવીને સમગ્ર ટીમ ઓલ આઉટ થઈ હતી. ત્યારબાદ ભારતીય ટીમ બેટિંગ કરવા માટે મેદાને ઉતરી છે. ઓસ્ટ્રેલિયન ટીમને ઓલ આઉટ કરવામાં મોહમ્મદ શમીની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી. તેણે છ ઓવરમાં ત્રણ મહત્વની વિકેટો ઝડપીને ફક્ત 17 રન જ આપ્યા હતા.
તમને જણાવી દઈએ કે ટેસ્ટ સિરીઝ પૂર્ણ થયા બાદ ભારતીય કેપ્ટન રોહિત શર્મા કેટલાક પારિવારિક કારણોના કારણે પ્રથમ વન-ડે મેચ માંથી બહાર થયો છે. આવી પરિસ્થિતિમાં કામ ચલાવ કેપ્ટન તરીકે વન ડે ફોર્મેટમાં ટીમ ઇન્ડિયાનો સ્ટાર ઓલ રાઉન્ડર હાર્દિક પંડ્યાને પસંદ કરવામાં આવ્યો છે. હાર્દિક પંડ્યા કેપ્ટનશીપમાં હાલ હાલ ભારતીય ટીમ ખૂબ જ સારામાં જોવા મળી રહી છે.
પ્રથમ મેચ દરમિયાન ભારતીય ટીમની બોલિંગ લાઈન ખૂબ જ ઘાતક જોવા મળી હતી. ઓસ્ટ્રેલિયન બેટ્સમેનો એક પછી એક ધડાધડ આઉટ થતા જોવા મળ્યા હતા. ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમી ફરી એકવાર તેના ઘાતક અંદાજમાં જોવા મળ્યો હતો. હાલમાં જ તેણે કેમરોન ગ્રીનને એવી રીતે બોલ્ડ કર્યો હતો કે સ્ટમ્પ પણ ઊડીને ગ્રાઉન્ડમાં 30 ફૂટ દૂર જઈને પડ્યું હતું.
મોહમ્મદ સમીની આ જોરદાર વિકેટનો હાલ એક વિડિયો સોશિયલ મીડિયા પર ફરતો થયો છે. આ વિડીયો ખુદ બીસીસીઆઈ દ્વારા શેર કરવામાં આવ્યો છે. આ વિડીયો પર હાલ ઘણી વિવિધ પ્રતિક્રિયાઓ પણ આવી રહી છે. આ કારનામું મોહમ્મદ શાએ 23મી ઓવરના ત્રીજા બોલ ઉપર કર્યું હતું. તેણે કેમરોન ગ્રીનને ફક્ત 19 બોલમાં 12 રન બનેવીને આઉટ કર્યો હતો. જુઓ વિડિયો.