મેચના એક દિવસ પહેલા રોહિતે આપ્યા સંકેત, ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ વનડે મેચમાં આવી કંઈક રહશે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ 11 જાણો કોને મળશે સ્થાન…
ભારત અને શ્રીલંકા વચ્ચે વનડે સીરીઝ પૂર્ણ થયા બાદ હવે ટીમ ઇન્ડિયા ઘર આંગણે ન્યુઝીલેન્ડ સામે 18 જાન્યુઆરીથી ત્રણ મેચોની વન-ડે સિરીઝ રમવા જઈ રહી છે. આ સિરીઝની પ્રથમ વન-ડે મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમવાની છે. આ મેચ માટે બંને ટીમો હાલ હૈદરાબાદ પહોંચી ગઈ છે. બંને ટીમો વચ્ચે આ સિરીઝ દરમિયાન કાંટાની ટક્કર જોવા મળી શકે છે.
ન્યૂઝીલેન્ડ સામેની આ વનડે સિરીઝ માટે તાજેતરમાં જ બીસીસીઆઈ દ્વારા 16 સભ્યોની ભારતીય ટીમની મોટી જાહેરાત કરી છે. પરંતુ મેચના એક દિવસ પહેલા કેપ્ટન રોહિત શર્માએ ભારતીય ટીમની પ્લેઇંગ 11 વિશે મોટા સંકેતો આપ્યા છે. આ સિરીઝ દરમિયાન ટીમ ઇન્ડિયાનો સ્ટાર ઓલ રાઉન્ડર બેટ્સમેન હાર્દિક પંડ્યાને વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. તો ચાલો ભારતીય ટીમની સંભવિત ઇલેવન પર એક નજર કરીએ…
પ્રથમ ઓપનિંગ જોડી વિશે વાત કરીએ તો કેપ્ટન રોહિત શર્માની સાથે શુભમન ગીલ ટીમ ઇન્ડિયાની ઈનીગ્સની શાનદાર શરૂઆત કરશે. ઈશાન કિશાને ઓપનિંગ કરતી વખતે બાંગ્લાદેશ સામે બેવડી સદી ફટકારી હતી. પરંતુ તેના સ્થાને શુભમન ગીલને ઓપનિંગ કરવાની મોટી તક મળી શકે છે. ત્યારબાદ નંબર 3 પર બેક ટુ બેક 4 મેચોમાં 3 સદી ફટકારનાર ટીમ ઇન્ડિયાનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી બેટિંગ કરતો જોવા મળશે.
મિડલ ઓર્ડર વિશે વાત કરીએ તો નંબર 4 પર ફરી એકવાર સૂર્યકુમાર યાદવ બેટિંગ કરતો નજરે પડી શકે છે. ત્યારબાદ નંબર 5 પર ન્યૂઝીલેન્ડ સામે ઈશાને કિશાનને મોટી તક આપવામાં આવી શકે છે. ઓલ રાઉન્ડર તરીકે હાર્દિક પંડ્યા નંબર 6 પર બેટિંગ કરતો જોવા મળી શકે છે. આ તમામ બેટ્સમેનોને બેટિંગની પૂરી જવાબદારી સોંપવામાં આવી શકે છે. ત્યારબાદ બોલિંગ લાઈન વિશે વાત કરીએ તો ત્રણ ફાસ્ટ બોલર અને એક સ્પીન બોલરને મેદાને ઉતારી શકે છે.
જેમાં મોહમ્મદ શમીને પ્રથમ મેચ દરમ્યાન આરામ આપવામાં આવી શકે છે તેના સ્થાને શાર્દુલ ઠાકોરને મોટી તક આપવામાં આવશે. વધુમાં મોહમ્મદ સિરાજ અને ઉમરાન મલિક ફાસ્ટ બોલર તરીકેની મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે. સ્પીન બોલિંગ તરીકે યજવેન્દ્ર ચહલના સ્થાને કુલદીપ યાદવને મોટું સ્થાન આપવામાં આવશે. ટીમ ઇન્ડિયાની સંપૂર્ણ સંભવિત ઇલેવન નીચે મુજબ છે.
ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ ઈલેવન : રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ઈશાન કિશન (વિકેટકીપર), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક.