મેચના એક દિવસ પહેલા હાર્દિક પંડ્યા અને કેન વિલિયમસન બન્ને એક સાથે ‘રિક્ષા’ ચલાવતાં હોય તેવો વિડિયો વાઇરલ, જુઓ વિડિયો…
હાલમાં સમગ્ર સ્ટાફ સાથે ટીમ ઇન્ડિયા ન્યૂઝીલેન્ડના પ્રવાસે ગઈ છે ન્યૂઝીલેન્ડમાં ભારતીય ખેલાડીઓ ખૂબ જ મોજ મસ્તી કરતા જોવા મળી રહ્યા છે. તેવામાં હાર્દિક પંડ્યા અને કેન વિલિયમ્સનો એક રીક્ષા ચલાવતો વિડિયો હાલ સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. ન્યૂઝીલેન્ડ સાથે 18 નવેમ્બર થી 22 નવેમ્બરની વચ્ચે ત્રણ મેચની T 20 સિરીઝ શરૂ થવા જઈ રહી છે જેને હવે બસ એક દિવસની વાર રહી છે.
ન્યૂઝીલેન્ડ સામેની આ T 20 સિરીઝમાં હાર્દિક પંડ્યાને કેપ્ટનની કમાન સોંપવામાં આવી છે. ટી ટવેન્ટી વર્લ્ડ કપ ટીમ ઇન્ડિયામાં મોટા બદલાવો જોવા મળી રહ્યા છે. ત્યારે બંને ટીમના કેપ્ટનો પ્રથમ t20 મેચ પહેલા વેલિંગ્ટનમાં મસ્તી કરતા હોય તેમ જોવા મળ્યા હતા. બંને કેપ્ટન્સ ક્રોકોડાઇલ બાઇક ચલાવતા હોય તેવું નજરે પડ્યાં હતા. ટી ટવેન્ટી વર્લ્ડ કપ પછી ફરી એકવાર બંને ટીમો આમને સામને જોવા મળશે.
ત્રણ મેચોની આ સીરીઝમાં રાહુલ દ્રવિડની જગ્યાએ વીવીએસ લક્ષ્મણને શ્રેણીના કોચ બનાવવામાં આવ્યા છે. તો આ સાથે જ ટીમના કેટલાક સિનિયર ખેલાડીઓ જેવા કે રોહિત શર્મા, વિરાટ કોહલી અને મોહમ્મદ સમી ને આરામ આપવામાં આવ્યો છે. હાર્દિક પંડ્યા અને તેની સેના હાલ ન્યૂઝીલેન્ડમાં ધમાલ મચાવી રહી છે. આ સિરીઝની પ્રથમ મેચ પહેલા હાર્દિક પંડ્યા અને કેન વિલિયમસન ન્યુઝીલેન્ડના શહેરોમાં રિક્ષામાં ફરતા હોય તેવા નજરે પડ્યા હતા.
બંને ટીમના કેપ્ટન એક સાથે રીક્ષા ચલાવતા હોય તેવો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં બંને કેપ્ટન પોતાની ટીમોની જર્સી પહેરેલી નજરે પડે છે. વીડિયોમાં જોઈ શકાય તેમ છે કે આ ક્રોકોડાઇલ બાઈક એક ખાસ પ્રકારની રીક્ષા જેવી છે જેને ચાર ટાયર હોય છે અને બંને સાઈડ પેન્ડલ લગાવીને આ રીક્ષા ચલાવી શકાય છે. જુઓ વિડિયો…