હાર્દિકે મિશેલ માર્શને કર્યો એવી રીતે ક્લીન બોલ્ડ કે મિડલ સ્ટંપ ઉડીને પડ્યું 10 ફૂટ દૂર… – જુઓ વિડિયો
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હાલ ત્રણ મેચોની વન-ડે સિરીઝની અંતિમ નિર્ણાયક મેચ ચેન્નાઇના MA ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. આ મેચ વિશે ટૂંકમાં વાત કરીએ તો પ્રથમ ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્ટીવ સ્મીથે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને ભારતીય ટીમને પ્રથમ બોલિંગ કરવા માટે મેદાન ઉપર આમંત્રણ આપ્યું હતું.
ઓસ્ટ્રેલિયાની બેટિંગ શરૂઆતમાં ખૂબ જ જોરદાર જોવા મળી હતી. પરંતુ વાઇસ કેપ્ટન હાર્દિક પંડ્યાએ ભારતીય ટીમને જોરદાર વાપસી કરાવી હતી. તેણે ત્રણ ઓવરમાં AUSના ત્રણ ઓપનિંગ બેટ્સમેનોને આઉટ કરીને તબાહી મચાવી હતી. હાર્દિક પંડ્યાએ સૌપ્રથમ 10મી ઓવરમાં પાંચમા બોલ પર ટ્રેવિસ હેડને અને 12મી ઓવરના પહેલા જ બોલ સ્ટીવ સ્મિથને દિવસે તારા દેખાડ્યા હતા.
હાર્દિક પંડ્યાએ ત્યારબાદ 15મી ઓવરના ત્રીજા બોલ પર મિશેલ માર્ચને 47 રન ઉપર ક્લીન બોલ્ડ કર્યો હતો તે જ્યારે ક્લીન બોલ્ડ થયો હતો. ત્યારે તેનું મીડલ સ્ટમ્પ ઉડીને ગ્રાઉન્ડમાં 10 ફૂટ ઉછળીને દૂર પડ્યું હતું. જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે.
મીશેલએ પ્રથમ બંને વન-ડે મેચોમાં જોરદાર પ્રદર્શન બતાવ્યું હતું. અને ત્રીજી વન-ડે મેચમાં પણ તે સેટ થઈ ચૂક્યો હતો. ભારતના તમામ બોલેરો તેને આઉટ કરવામાં નિષ્ફળ રહ્યા જોવા મળ્યા હતા પરંતુ હાર્દિક પંડ્યાએ પોતાની ઘાતક બોલિંગથી તેને ક્લીન બોલ્ડ કર્યો હતો. જેને કારણે હાલ સોશિયલ મીડિયા પર તેની ખૂબ જ ચર્ચાઓ થઈ રહી છે.
જોરદાર બોલિંગ કરીને હાર્દિક પંડ્યા ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. એક સફળ ઓલ રાઉન્ડર તરીકે તેને ભારતીય ટીમ માટે આ ત્રણ મહત્વની વિકેટો ઝડપીને ખૂબ જ મોટું કાર્ય કર્યું છે. તેની આ ઘાતક બોલીને કારણે ત્રીજી અને નિર્ણાયક મેચમાં તે ગેમ ચેન્જર સાબિત થયો છે. જુઓ તેની ઘાતક બોલીંગનો વિડીયો…