રોહિતે કરી મોટી ભુલ, આ ઘાતક ખેલાડીને ફરી એક વખત રાખ્યો બહાર, બની શકે છે હારનું કારણ…
હાલમાં દિલ્હી ખાતે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે જબરદસ્ત મેચ રમાઈ રહી છે. ભારતીય ટીમ થોડા સમય પહેલા ઓસ્ટ્રેલિયા સામે શાનદાર જીત મેળવી હતી. આજની મેચ અફઘાનિસ્તાન સામે પણ શાનદાર જીત મળે તેવી આશા રહેલી છે. આ મેચની શરૂઆતમાં જ બંને ટીમોના ખેલાડીઓ શાનદાર ફોર્મમાં જોવા મળ્યા છે. આ મેચમાં રોહિત શર્મા એક મોટી ભૂલ કરતો જોવા મળ્યો છે.
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચમાં અફઘાનિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું નિર્ણય લીધો હતો. હાલમાં તેઓ પ્રથમ બેટિંગ કરી રહ્યા છે. ભારતીય કેપ્ટન રોહિત શર્મા પહેલેથી બદલાવો કરવા માટે જાણીતો છે. આવી સ્થિતિમાં અફઘાનિસ્તાન સામેની મેચમાં પણ તેણે બદલાવો કર્યા છે. આ સુપરસ્ટાર ખેલાડીને ફરી એક વખત બહાર કરવાનો નિર્ણય લીધો છે.
રોહિતે ફરી એક વખત પોતાના ઘમંડના કારણે આ ઘાતક ખેલાડીના સ્થાન આપ્યું નથી. જેના કારણે હાલમાં મેચ દરમિયાન ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આગામી સમયમાં હાર પણ મળી શકે છે. તે એક જ ક્ષણે મેચ પલટો કરવા માટે જાણીતો છે પરંતુ તેને ફરી એક વખત બહાર રાખવામાં આવ્યો છે. તો ચાલો આપણે જાણીએ કે આ ભારતીય ખેલાડી કોણ છે.
તમને જણાવી દયા કે ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને આ મેચમાં પણ સ્થાન આપવામાં આવ્યું નથી. અશ્વિનને બહાર કરવામાં આવ્યો પરંતુ તેના સ્થાને શાર્દુલને જગ્યા આપવામાં આવી હતી. આ મેચમાં અફઘાનિસ્તાન સામે તમામ બોલરો મુશ્કેલી અનુભવી રહ્યા છે. આ પહેલા અફઘાનિસ્તાન સામે શમીએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. આજે તેની કમી વર્તાય છે. રોહિત ફરી એક વખત મુશ્કેલીમાં આવ્યો છે.
મોહમ્મદ શમીને સ્થાનના આપીને રોહિતે મોટી ભૂલ કરી છે. ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં જીત અને હારની વચ્ચે લડત લડી રહી છે. આવતા રવિવારે પાકિસ્તાન સામે પણ મેચ રમવાની છે. આ પહેલા યોગ્ય કોમ્બિનેશન બનાવવું ખૂબ જરૂરી હતું. વર્લ્ડ કપની શરૂઆત ભારત માટે સારી રહી છે પરંતુ નબળી ટીમો સામે ખરાબ પ્રદર્શન હોવાના કારણે ચિંતામાં પણ વધારો થયો છે.