ભારત-ઓસ્ટ્રેલિયા સિરીઝ પહેલા ટીમને મોટો ઝટકો, આ દિગ્ગજ ખેલાડી ઈજગ્રસ્ત થતાં પ્રથમ ટેસ્ટમાંથી થયો બહાર !
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 9 જાન્યુઆરીથી બોર્ડર ગાવસ્કર ટોકી શરૂ થવા જઈ રહી છે. આ સિરીઝની પ્રથમ મેચ નાગપુરમાં 9 થી 13 ફેબ્રુઆરી ની વચ્ચે રમવાની છે. આ બોર્ડર ગાવસ્કર ટ્રોફી માટે તાજેતરમાં જ બંને ટીમોની મોટી જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ મેચ શરૂ થાય તે પહેલા એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગંભીર ઈજાને કારણે આ મોટો મેચ વિનર ખેલાડી પ્રથમ ટેસ્ટ મેચ માંથી બહાર થયો છે.
તમને જણાવી દઈએ કે આ સ્ટાર ખેલાડી બોલની સાથે સાથે બેટથી પણ મેચમાં તબાહી મચાવતો જોવા મળતો હોય છે. પરંતુ આ ખેલાડીને ગંભીર ઇજા પહોંચતા છેલ્લા કેટલાક સમયથી મેદાનની બહાર થયો છે. જેને કારણે આ ટીમને મોટું નુકસાન થયું છે. આ ખેલાડીને એક મેચ દરમિયાન હાથના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. જેને કારણે હજુ આ ઈજા માંથી તે બહાર આવી શક્યો નથી જેને કારણે કેપ્ટને તેના વિશે મોટું અપડેટ આપ્યું છે. ચાલો તેના પર એક નજર કરીએ.
તમને જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયાનો સ્ટાર ઓલ રાઉન્ડર કેમરોન ગ્રીન હજુ પણ તેની હાથના ભાગે થયેલા ઇજાથી બહાર આવી શક્યો નથી. જેના કારણે ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ માંથી બહાર થયો છે જેને કારણે ઓસ્ટ્રેલિયન ટીમને ખૂબ જ મોટું નુકસાન થયું છે. ભારતીય ટીમ માટે આ એક સારા સમાચાર ગણી શકાય.
વધુમાં તમને જણાવી દઈએ કે દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર એનરિક નોર્કિયાનો ફાસ્ટ બોલ સીધો કેમેરોન ગ્રીનના ગ્લોવ્સમાં લાગ્યો હતો. જેના કારણે તેની આંગળીમાં ફેક્ચર થયું હતું. ઓસ્ટ્રેલિયાના વાઇસ કેપ્ટન સ્ટીવ સ્મિથે એક મોટું અપડેટ આપ્યું છે. ઈજાના કારણે કેમરોન ગ્રીન પ્રથમ ટેસ્ટ મેચમાંથી બહાર કરવામાં આવ્યો છે.
તમને જણાવી દઈએ કે કેમરોન ગ્રીનની ઈજા અંગે અપડેટ આવતા સ્ટીવ સ્મીથ જણાવી રહ્યા છે કે મને નથી લાગતું કે તે પ્રથમ મેચ રમવા માટે ફિટ છે. બેટિંગ લાઇનમાં તે ઝડપી બોલરનો સામનો કરી શકે તેવી હાલતમાં નથી. જેને કારણે તેનું પ્રથમ ટેસ્ટ મેચ રમવું મુશ્કેલ છે. જેથી પ્રથમ ટેસ્ટ મેચ દરમિયાન તેને આરામ આપવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયા ટીમના મુખ્ય કોચે પણ આ સમગ્ર માહિતી જાહેર કરી છે.