ભારતીય ટીમને લાગ્યો મોટો ફટકો, આ દિગ્ગજ ખેલાડી બીજી ટેસ્ટ માંથી થયો અચાનક બહાર, જાણો શું છે કારણ?
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હાલ 4 મેચોની ટેસ્ટ સીરીઝ ચાલી રહી છે. જેની પ્રથમ મેચ 13 ફેબ્રુઆરીના રોજ પૂર્ણ થઈ છે. જેમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામે એક દાવ અને 132 રને ભવ્ય વિજય મેળવ્યો છે. આ ભવ્ય વિજય મેળવતાની સાથે જ ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામે 1-0 થી મોટી લીડ બનાવી છે. ત્યારબાદ હવે આ ટેસ્ટ સિરીઝની બીજી મેચ 17 ફેબ્રુઆરીના રોજ દિલ્હી ખાતે રમવાની છે. પરંતુ આ મેચ શરૂ થાય તે પહેલા ભારતીય ટીમને મોટો ફટકો લાગ્યો છે.
પ્રથમ ટેસ્ટ મેચની જેમ જ ભારતીય ટીમ બીજી ટેસ્ટ મેચમાં પણ એક તરફી જીત મેળવવા માટે ઓસ્ટ્રેલિયન ટીમ પર પહેલેથી જ પ્રેશર બનાવીને રાખશે. પરંતુ ટીમ ઇન્ડિયાનો સ્ટાર સિનિયર ખેલાડી અચાનક જ બીજી ટેસ્ટ મેચ માંથી બહાર થયો છે. જેના કારણે ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. ભારતીય ટીમને અત્યારે સુધીમાં ઘણા મોટા ખેલાડીઓ ઇજાને કારણે બહાર થતા મોટું નુકસાન ભોગવવું પડ્યું છે. ફરી એકવાર આ સિનિયર ખેલાડી ઇજાગ્રસ્ત થતા ટીમ ઇન્ડિયા માંથી બહાર થયો છે.
ટીમ ઇન્ડિયાનો આ સ્ટાર ખેલાડી ઇજાગ્રસ્ત થતાં બીજી ટેસ્ટ મેચ માંથી પણ બહાર થયો છે. જેને કારણે ભારતીય ટીમ અને કેપ્ટન રોહિત શર્માનું ટેન્શન વધ્યું છે. સૂત્રોના હિસાબે જાણવા મળ્યું છે કે ભારતીય ટીમનો સ્ટાર બેટ્સમેન શ્રેયસ હજાર લાંબા સમયથી ઈજાગ્રસ્ત થવાને કારણે મેડિકલ ટીમ હેઠળ સારવાર લઈ રહ્યો છે. પ્રથમ ટેસ્ટ મેચ માંથી પણ ઈજાને કારણે તે બહાર હતો પરંતુ બીજી ટેસ્ટ મેચમાં વાપસી કરવાનો હતો.
શ્રેયસ હાલ સંપૂર્ણ રીતે સ્વસ્થ થયો નથી જેને કારણે બીજી ટેસ્ટ મેચ માંથી પણ તે બહાર થયો છે. બહાર થતા જ ભારતીય ટીમને ખૂબ જ મોટો ઝટકો લાગ્યો છે. તમને જણાવી દઈએ કે હાલ ટીમ ઇન્ડિયાનો સ્ટાર બેટ્સમેન શ્રેયસ ઐયર બેંગલોર ખાતે એન સી એમાં સારવાર લઇ રહ્યો છે. શ્રેયસ ઐયર ફરી ટેસ્ટમાં વાપસી કરવા માટે ઓછામાં ઓછી એક ઘરેલુ ક્રિકેટ મેચ રમવી ખૂબ જ જરૂરી છે.
શ્રેયસ ઐયર હાલમાં નેટ પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો છે. તે આવતા અઠવાડિયે રમાનાર ઇરાની ટ્રોફીમાં કમબેક કરતો જોવા મળશે. ત્યારબાદ તેને ત્રીજી ટેસ્ટ મેચમાં સ્થાન મળી શકે છે. આવા કારણોસર બીજી ટેસ્ટ મેચમાં ફરી એક વખત સૂર્યકુમાર યાદવને નંબર 5 પર સ્થાન આપવામાં આવી શકે છે. આ એક મોટું અપડેટ ગણી શકાય છે. ભારતીય ક્રિકેટ ટીમ ફરી એક વખત મજબૂત બને તેવા પ્રયાસો શરૂ થયા છે.