ભારતીય ટીમને લાગ્યો મોટો ફટકો, WTC ફાઈનલમાંથી જસપ્રીત બુમરાહ સહિત આ 2 ઘાતક ખેલાડીઓ ઇજાને કારણે થયાં બહાર…
ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામેની બોર્ડર ગાવસ્કર ટ્રોફી જીતીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. WTCની ફાઈનલમાં ભારતીય ટીમનો સામનો વિશ્વની સૌથી ઘાતક ટીમ ઓસ્ટ્રેલિયા સામે થવાનો છે. ભારતીય ટીમ હાલ આ ફાઇનલની પુરજોસમાં તૈયારીઓ કરી રહી છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની આ ફાઈનલ મેચ 7 જૂનના રોજ ઇંગ્લેન્ડના ધ ઓવલ સ્ટેડિયમ ખાતે રમવાની છે.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની આ ફાઈનલ મેચ પહેલા એક મોટા અને ખૂબ જ ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. ભારતીય ટીમમાંથી ઇજાને કારણે જસપ્રિત બુમરા સહિત આ બે ઘાતક ખેલાડીઓ અચાનક ટીમમાંથી બહાર થયા છે. જેને કારણે ભારતીય ટીમને મોટું નુકસાન થયું છે.
અત્યાર સુધીમાં ઘણી મોટી ટુર્નામેન્ટમાં ઘણા બધા ખેલાડીઓ ઇજાગ્રસ્ત થવાને કારણે ટીમને મોટું નુકસાન વેઠવું પડ્યું છે. પરંતુ ફરી એકવાર ક્રિકેટ ઇતિહાસની સૌથી મોટી ટુર્નામેન્ટમાં પણ ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. IPL 2023 પછી તરત જ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે WTCની ફાઇનલમાં આમને સામને કાંટાની ટક્કરમાં જોવા મળશે. ચાલો જાણીએ કોણ થયું બહાર.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ માંથી એક નહીં પરંતુ એક સાથે ત્રણ ત્રણ ખેલાડીઓ ઇજાને કારણે બહાર થતાં ભારતીય ટીમને મોટો ફટકો લાગ્યો છે આ ખેલાડીઓ WTCની ફાઈનલ મેચનો ભાગ બની શકશે નહીં. જસપ્રિત બુમરાહ છેલ્લા ઘણા સમયથી ઇજાગ્રસ્ત થવાના કારણે તે ટીમમાંથી બહાર ચાલી રહ્યો છે. તેવામાં ડિસેમ્બર મહિનામાં ટીમ ઇન્ડિયાનો સ્ટાર વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત રોડ એક્સિડન્ટમાં ખૂબ જ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. જેને કારણે તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ માંથી બહાર જોવા મળશે.
બીજી તરફ વધુ એક ખેલાડી ઇજાગ્રસ્ત થતા આ મોટી ટુર્નામેન્ટ માંથી બહાર જોવા મળશે. તમને જણાવી દઈએ કે શ્રેયસ ઐયર છેલ્લે ઓસ્ટ્રેલિયા સામે રમાયેલ 4 મેચોની ટેસ્ટ સીરીઝની અંતિમ મેચમાં પ્રેક્ટિસ દરમિયાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. જેને કારણે તે ટેસ્ટ અને વન-ડે સિરીઝ માંથી બહાર જોવા મળ્યો હતો. પરંતુ હાલ તેની ગંભીર ઈજાને કારણે તે પણ WTC ફાઇનલ માંથી બહાર જોવા મળશે.