6,6,6,6,6,6,6,6,6,4,… સૂર્યકુમાર યાદવે 7 ફોર અને 9 સિક્સ ફટકારી રનનો કર્યો વરસાદ, જુઓ તમામ શોર્ટ એક જ વીડિયોમાં…
ભારત અને શ્રીલંકા વચ્ચે ગઈકાલે રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે ત્રણ મેચોની ટી20 સીરીઝની ફાઈનલ મેચ રમાઈ હતી. જેમાં ભારતે 91 રને શ્રીલંકા સામે ભવ્ય જીત મેળવી હતી. આ ફાઇનલ મેચમાં જીત મેળવતાની સાથે જ ભારતે સમગ્ર સીરીઝ પર પોતાનો કબજો મેળવ્યો હતો. આ મેચ દરમિયાન ઘણા યુવા ખેલાડીઓએ સારું પ્રદર્શન બતાવ્યું હતું.
આ સિરીઝની ફાઈનલ મેચ વિશે ટૂંકમાં વાત કરીએ તો પ્રથમ ભારતે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય ટીમ પ્રથમ બેટિંગ કરીને પાંચ વિકેટના નુકસાન પર 228 રનનો મોટો સ્કોર ઉભો કર્યો હતો. ત્યારબાદ શ્રીલંકન ટીમ બેટિંગ કરવા માટે મેદાને ઉતરી હતી. પરંતુ 16.4 ઓવરમાં 137 રન બનાવીને સમગ્ર ટીમ પેવેલિયન ભેગી થઈ હતી. જેને કારણે આ સમગ્ર સિરીઝમાં ભારતને 91 રને ભવ્ય વિજય મેળવી થઈ હતી.
આ મેચ દરમિયાન સૂર્યકુમાર યાદવે ખૂબ જ ઘાતક પ્રદર્શન બતાવ્યું હતું. તેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ હેડલાઇન્સ બની રહ્યો છે. આ ફાઇનલ મેચમાં સૂર્યકુમાર યાદવે 91 બોલમાં 112 રન ફટકારીને તબાહી મચાવી હતી. આ ઇનીગ્સ દરમિયાન તેણે 7 ફોર અને 9 લાંબી સિક્સ ફટકારી હતી. આ મેચમાં સૂર્યકુમાર યાદવની બેટિંગ કંઈક અલગ અંદાજમાં જ જોવા મળી હતી. તેણે રનનો વરસાદ કર્યો હોય તેવું લાગી રહ્યું હતું.
સૂર્યકુમાર યાદવની સંપૂર્ણ ઇનિંગ્સનો એક વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ ધૂમ મચાવી રહ્યો છે. બે મિનિટનો આ વિડીયો જોઈને તમે પણ તેની વાહ વાહ કરતા થઈ જશો. આ વીડિયોમાં સૂર્યકુમાર યાદવએ લગાવેલ તમામ 360 ડિગ્રીના તમામ શોર્ટ તમે જોઈ શકો તેમ છો. આ મેચ દરમિયાન સૂર્યકુમાર યાદવે ત્રણ મોટા વર્લ્ડ રેકોર્ડ પણ પોતાના નામે કર્યા છે. જુઓ વિડિયો…