6,6,6,6,6,6…. યુવરાજની આત્મા આવી આ સ્ટાર ખેલાડીમાં 6 બોલમાં 6 સિક્સ ફટકારી મચાવી તબાહી, જુઓ આક્રમક બેટિંગનો વિડિયો
ભારતમાં IPLની જેમ પાકિસ્તાનમાં પણ સુપર લીગ રમાય છે. પાકિસ્તાનમાં સુપર 2023 13 ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહી છે. પરંતુ આ પહેલા પાકિસ્તાની ખેલાડીઓ તેની પ્રેક્ટિસ મેચો રમતા નજરે પડ્યા છે. આવી સ્થિતિમાં પાંચ ફેબ્રુઆરીના રોજ ક્વેટા અને પેશાવર વચ્ચે એક પ્રેક્ટિસ મેચ યોજવામાં આવી હતી. આ મેચ દરમિયાન ક્વેટા ગ્લેડીયેટર્સ તરફથી રમતા ઈફ્તિખાર અહેમદે પેશાવરના બોલરોને ધોળા દિવસે તારા દેખાડ્યા હતા.
આ પ્રેક્ટિસ મેચ દરમિયાન ઈફ્તિખાર અહેમદે આક્રમક બેટિંગ દેખાડી હતી. આ મેચની છેલ્લી ઓવરમાં તેણે છ બોલમાં 6 સિક્સર ફટકારીને મોટું કારનામું કરી બતાવ્યું હતું. આ છ સિક્સર ફટારવાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે. પાકિસ્તાન સુપર લીગની શરૂઆત પહેલા તમામ ખેલાડીઓ ખૂબ જ સારા ફોર્મમાં જોવા મળી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે પાકિસ્તાનના ક્વાંટામાં પાકિસ્તાન 2023ની પ્રથમ પ્રદર્શન મેચ દરમિયાન ઈફ્તિખાર અહેમદે જોરદાર ફોર્મ દેખાડ્યું હતું. તેની આક્રમક બેટિંગ જોઈને એવું લાગી રહ્યું હતું કે યુવરાજસિંહની આત્મા તેના શરીરમાં પ્રવેશી હોય. યુવરાજ સિંહે પણ વર્લ્ડ કપમાં છ બોલમાં છ સિક્સ ફટકારીને મોટો ઇતિહાસ રચ્યો હતો.
તમને જણાવી દઈએ કે પાકિસ્તાન સુપર લીગ માં પેશાવર ટીમની કમાન બાબર આઝમ સંભાળી રહ્યો છે. જ્યારે સરફરાજ અહમદ ગ્લેડીયેટર્સની કેપ્ટન શિપ કરી રહ્યો છે. આ મેચ દરમિયાન ઈફ્તિખાર અહેમદે વહાબ રિયાઝને જોરદાર ધોયો હતો. જેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી આગની જેમ વાયરલ થઈ રહ્યો છે.
જુઓ વિડિયો :-