6,6,6,6,6,6… શુભમન ગીલે ન્યુઝીલેન્ડ સામે બેવડી સદી ફટકારી મચાવી તબાહી…-જુઓ વિડિયો
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે હાલ ત્રણ મેચોની વનડે સિરીઝની પ્રથમ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. ભારતીય ટીમે ફરી એકવાર વન-ડે ફોર્મેટમાં જોરદાર પ્રદર્શન બતાવ્યું છે. આ મેચ દરમિયાન ટીમ ઇન્ડિયાનો સ્ટાર યુવા બેટ્સમેન 149 બોલમાં 208 રન બનાવીને બેવડી સદી ફટકારી છે. શુભમન ગીલ ફરી એકવાર જોરદાર પ્રદર્શન બતાવતો જોવા મળ્યો છે.
ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ વનડે મેચ વિશે ટૂંકમાં વાત કરીએ તો પ્રથમ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ન્યૂઝીલેન્ડ ટીમને પ્રથમ બોલિંગ કરવા માટે મેદાને આમંત્રિત કરી હતી. ભારતીય ટીમના ઓપન બેટ્સમેન રોહિત શર્મા અને શુભમન ગીલની જોરદાર બેટિંગને કારણે ભારતીય ટીમે 349 રનનો મોટો સ્કોર ઉભો કર્યો છે. ત્યારબાદ ન્યૂઝીલેન્ડ ટીમ બેટિંગ કરવા માટે મેદાને ઉતરી છે. પરંતુ આ મેચ દરમિયાન ગિલે બેવડી સદી ફટકારીને વિરોધી ટીમ પર દબદબો બનાવ્યો છે.
શુભમન ગીલે આ મેચ દરમિયાન આક્રમક બેટિંગ દેખાડી હતી. આ પ્રથમ વનડે મેચમાં 149 બોલમાં 208 રન બનાવીને પોતાના કરિયરની પ્રથમ બેવડી સદી ફટકારી હતી. જેમાં ગિલે 19 ફોર અને 9 છગ્ગા ફટકાર્યા હતા. આ મેચ દરમિયાન તેની સ્ટ્રાઇક રેટ 139.60 રહી હતી. વધુમાં તમને જણાવી જોઈએ કે શુભમન ગિલે પોતાની પ્રથમ સદી 87 બોલમાં સદી ફટકારી હતી ત્યારબાદ 149 બોલમાં બેવડી સદી ફટકારી હતી.
શુભમન ગિલે પોતાના વનડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રથમ બેવડી સદી પૂર્ણ કરી હતી. તેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. શુભમન ગિલે 48મી ઓવરમાં સતત ત્રણ સિક્સર ફટકારીને બેવડી સદી પૂર્ણ કરી હતી. આ મેસેજ દરમિયાન આક્રમક બેટિંગનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જુઓ વિડિયો….