6,6,6,6,6,6…અક્ષર પટેલે શ્રીલંકા સામે ફક્ત 20 બોલમાં ઝડપી અડધી સદી ફટકારી મચાવી તબાહી… – જુઓ વિડિયો

ગઈકાલે ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી ટી-20 મેચ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. જેમાં ભારતને કારમી હાર મળી હતી. ભારતે પ્રથમ મેચમાં શાનદાર જીત મેળવી હતી. પરંતુ શ્રીલંકાએ બીજી મેચમાં 16 રને જીત મેળવીને આ સમગ્ર સિરીઝમાં 1-1થી બરાબરી કરી છે. ટીમ ઇન્ડિયાને આ સરીઝ જીતવા માટે આગામી નિર્ણાયક મેચ જીતવી ખુબજ અગત્યની છે.

સિરીઝની બીજી મેચમાં ભારતને કારમી હર મળી હતી પરંતુ આ મેચમાં ઘણા યુવા ખેલાડીઓ સારા ફોર્મમાં જોવા મળ્યા હતા. આ સિરીઝની બીજી મેચ વિશે ટૂંકમાં વાત કરીએ તો પ્રથમ ભારતે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. અને શ્રીલંકાને પ્રથમ બેટિંગ કરવા માટે આમંત્રિત કરી હતી. તેણે પ્રથમ બેટિંગ કરીને 5 વિકેટ ગુમાવી 206 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. આ સ્કોરનો પીછો કરતી ભારતીય ટીમ 190 રન બનાવી શકી હતી.

ટીમ ઇન્ડિયાની શરૂઆતની બેટિંગ ખરાબ રહી હતી પરંતુ સુર્યકુમાર યાદવ અને અક્ષર પટેલની પાર્ટનર શીપે જોરદાર પ્રદર્શન બતાવ્યું હતું. અક્ષર પટેલે આ મેચ દરમિયાન 31 મોલમાં 65 રન બનાવીને ખૂબ જ મોટી ઈનિગ્સ રમી હતી. જેમાં 4 ફોર અને 6 મોટી સિક્સનો સમાવેશ થાય છે. આ મેચમાં અક્ષર પટેલે ફક્ત 20 બોલમાં અડધી સદી ફટકારી હતી.

અક્ષર પટેલે આ મેચમાં ખુબજ લાંબી લાંબી સિક્સર ફટકારી હતી. જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. અક્ષર એક ઓલ રાઉન્ડર તરીકે સફળ સાબિત થયો છે. તેણે 14મી ઓવરમાં વાનિંદુ હસરંગાને ધોઈ નાખ્યો હતો. તેણે શરૂઆતના ત્રણ બોલ પર સતત 3 સિક્સર ફટકારી છે. આ ઉપરાંત આ મેચમાં તેણે ટોટલ 6 સિક્સ ફટકારી હતી. જુઓ વિડિયો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *