6,6,6,6,4… દિપક હુડાએ 23 બોલમાં 41 રન ફટકારીને શ્રીલંકા સામે ઘર આંગણે મચાવી તબાહી… -જુઓ વિડિયો

ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચોની T20 સિરીઝની ગઈકાલે શાનદાર શરૂઆત થઈ છે. પ્રથમ મેચમાં ટીમ ઇન્ડિયાએ શ્રીલંકા સામે બે રને ભવ્ય વિજય મેળવ્યો છે. જેને કારણે આ સમગ્ર સીરીઝમાં 1-0થી મોટી લીડ મેળવી છે. હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઇન્ડિયાએ ખૂબ જ જોરદાર પ્રદર્શન બતાવ્યું છે. હાલ ભારતીય ટીમ ખૂબ જ મજબૂત સ્થિતિમાં જોવા મળી રહી છે. આ મેચમાં દીપક હુડાએ ઘર આંગણે ખૂબ જ જોરદાર પ્રદર્શન બતાવ્યું હતું.

શ્રીલંકા સામેની આ ત્રણ મેચોની T 20 સિરીઝની પ્રથમ મેચ વિશે ટૂંકમાં વાત કરીએ તો પ્રથમ શ્રીલંકાએ ટોચ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને પ્રથમ ટીમ ઇન્ડિયાને બેટીંગ કરવા માટે મેદાને આમંત્રિત કરી હતી. ટીમ ઇન્ડિયા તરફથી પ્રથમ ઓપનિંગ કરવા માટે શુભમન ગીલ અને ઈશાન કિશન મેદાને આવ્યા હતા. પરંતુ શુભમન ગીલ ફક્ત 7 રન બનાવીને આઉટ થયો હતો. હાર્દિક પંડ્યાએ ઓલ રાઉન્ડર તરીકે દીપક હુડાને પ્લેઈંગ 11માં સ્થાન આપીને ખૂબ જ મોટી ચાલ ચલી હતી.

શ્રીલંકા સામેની આ પ્રથમ ટી-20 મેચમાં દીપક હુડા મેચ વીનર સાબિત થયો હતો. આ મેચમાં દીપક હુડ્ડાએ 23 બોલમાં 41 રન બનાવ્યા હતા. આ ઝડપી ઇનિંગમાં તેના બેટમાંથી 1 ફોર અને 4 સિક્સ જોવા મળી હતી. આ શાનદાર રમત માટે તેને મેન ઓફ ધ મેચ પણ જાહેર કરવામાં આવ્યો હતો. ગત વર્ષે ટીમ ઇન્ડિયા આયર્લેન્ડના પ્રવાસ પર ગઈ હતી. આ પ્રવાસ પર દીપક હુડાએ T20 મેચમાં સદી ફટકારી હતી.

ટીમ ઈન્ડિયામાં દીપક હુડાના આંકડા પર એક નજર કરીએ તો 27 વર્ષીય દીપક હુડ્ડા ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધીમાં કુલ 16 T20 અને 10 ODI રમી ચૂક્યો છે. દીપક હુડ્ડાએ આ T20 મેચોમાં 343 રન બનાવ્યા છે અને 5 વિકેટ લીધી છે. આ સાથે જ તેણે વનડેમાં 153 રન અને 3 વિકેટ ઝડપી છે. શ્રીલંકા સામેની આ પ્રથમ ટી 20 મેચમાં ખૂબ જ ગગનચુંબી છગ્ગા ફટકાર્યા હતા. જેના વિડીયા હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યા છે. જુઓ વિડિયો..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *