6,6,6,4,4,4… વોશિંગ્ટન સુંદરે 16 બોલમાં 37 રન ફટકારી મચાવી તબાહી, – જુઓ વિડિયો…
ટીમ ઇન્ડિયા ન્યૂઝીલેન્ડના પ્રવાસ પર ત્રણ મેચોની t20 સિરીઝ અને ત્રણ મેચોની વનડે સિરીઝ રમી રહી છે. જેમાંથી હાલ ત્રણ મેચોની t20 સિરીઝ પૂર્ણ થઈ છે. જેમાં ભારતે ન્યૂઝીલેન્ડ સામે એક તરફી જીત મેળવી હતી. ત્યારબાદ હવે વન-ડે સિરીઝ શરૂ થઈ છે. આજે વન ડે સિરીઝની પ્રથમ મેચ ઇડન પાર્ક સ્ટેડિયમમાં રમાઈ હતી. જેમા ભારતે સાત વિકેટ મોટી હાર મેળવી હતી. પરંતુ કેટલાક નવા યુવા ખેલાડીઓનું પ્રદર્શન ખૂબ જ જોરદાર રહ્યું હતું.
ન્યૂઝીલેન્ડ સામેની આ પ્રથમ ODI મેચ ખૂબ જ રોમાંચિત રહી હતી. આ મેચમાં કટોકટીની પરિસ્થિતિ ઉત્પન્ન થઈ હતી. આ મેચની વિગતવાર વાત કરીએ તો ન્યૂઝીલેન્ડ એ પ્રથમ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ ભારતે બેટિંગ કરીને 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 306 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. આ સ્કોર બનાવવામાં ભારતીય સ્ટાર ઓલરાઉન્ડર બેટ્સમેન વોશિંગ્ટન સુંદરનો ખૂબ જ નોંધપાત્ર ફાળો રહ્યો છે.
વોશિંગ્ટન સુંદર નંબર 7 પર બેટિંગ કરવા માટે આવ્યો હતો. તેણે 16 બોલમાં 37 રન બનાવીને સમગ્ર ગ્રાઉન્ડ ઉપર તબાહી મચાવી હતી. આ ટૂંકી ઈનિંગ્સમાં વોશિંગ્ટન સુન્દરે ફોર અને સિક્સનો વરસાદ કર્યો હતો. જેમાં ત્રણ ફોર અને ત્રણ લાંબી સિક્સર મારી હતી. આ સમગ્ર ઇનિંગ્સ દરમિયાન એક શોર્ટ ખૂબ જ જોરદાર ફટકાર્યો હતો તેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
વોશિંગ્ટન સુંદર એ ફટકારેલ આ શોર્ટ સૂર્ય કુમાર યાદવ અને એબી ડીવિલિયર્સના 360 ડિગ્રીના શોર્ટને પણ પાછળ છોડી દીધો છે. વોશિંગ્ટન સુન્દરે 49 મી ઓવરમાં પાંચમાં બોલે આ જોરદાર શોર્ટ મારીને ફોર મારી હતી. કોમેન્ટ્રી મેને કહ્યું કે આ શોર્ટ 360 ડિગ્રીનો નહીં પરંતુ 720 ડિગ્રીનો હતો. વોશિંગ્ટન સુંદર ખુબ જ શાનદાર પ્રદર્શન દેખાડ્યું છે તેનો આ વિડીયો ભારે વાયરલ થઈ રહ્યો છે. જુઓ આ વિડીયા…