6,6,6,4,4,4… 16 બોલમાં 66 રન બનાવીને સૂર્યકુમાર યાદવે રણજીમાં મચાવી તબાહી…-જુઓ વીડિયો
ટીમ ઇન્ડિયા હાલ બાંગ્લાદેશના પ્રવાસ પર ધૂમ મચાવી રહી છે. ભારતના ન્યૂઝીલેન્ડ પ્રવાસ બાદ સૂર્યકૂમાર યાદવને બાંગ્લાદેશ પ્રવાસ પર ટીમમાં સ્થાન ન મળતા રણજી ટુર્નામેન્ટમાં જોડાયો હતો. સૂર્યકુમાર યાદવ રણજી ટ્રોફીમાં ખૂબ જ શાનદાર પ્રદર્શન બતાવ્યું છે. સૂર્યકુમારી યાદવ મુંબઈની ટીમ તરફથી રમતો જોવા મળ્યો છે. રણજી ટુર્નામેન્ટની 26મી મેચ મુંબઈ અને હૈદરાબાદ વચ્ચે રમાઈ રહી છે.
T 20 ફોર્મેટમાં સૂર્યકૂમાર યાદવે પોતાનું ઘાતક પરફોર્મન્સ ચાલુ રાખ્યું છે. આ મેચ વિશે વાત કરીએ તો મુંબઈની ટીમ પ્રથમ બેટિંગ કરવા માટે ઉતરી હતી ત્યારે પૃથ્વી શો 19 રન બનાવીને આઉટ થયો હતો. ત્યારબાદ સૂર્યકૂમાર યાદવ નંબર ત્રણ પર બેટિંગ કરવા માટે ઉતર્યો હતો. સૂર્ય કુમાર યાદવે આ મેચમાં ખૂબ જ ઝડપી બેટિંગ કરીને 80 બોલમાં 90 રન ફટકાર્યા હતા. આ મેચ દરમિયાન સૂર્યકુમાર યાદવની સ્ટ્રાઈક રેટ 112.50 ની હતી.
સૂર્યકુમાર યાદવે રમેલ આ મેચમાં 15 ફોર અને 1 સિક્સરનો સમાવેશ સમાવેશ થાય છે. સૂર્યકુમાર યાદવે આ 16 બોલમાં 66 રન બનાવીને રણજી ટુર્નામેન્ટમાં તબાહી મચાવી હતી. તેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. સૂર્યકુમાર યાદવને બાંગ્લાદેશ સામેની વન-ડે અને ટેસ્ટ સીરીઝમાં ટીમ ઇન્ડિયામાં સ્થાન ન મળતા તે બેસી રહેવાના બદલે રણજી ટુર્નામેન્ટ રમવાનો નિર્ણય લીધો હતો.
સૂર્યકુમાર યાદવે રણજી ટુર્નામેન્ટમાં હૈદરાબાદ સામેની આ મેચમાં ફોર અને સિક્સનો વરસાદ કર્યો હતો. આ મેચ વિશે તમને જણાવી દઈએ કે હૈદરાબાદે પ્રથમ ટોસ જીતી બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. અને મુંબઈની ટીમને બેટિંગ કરવા માટે મેદાને ઉતરી હતી. પરંતુ બેટિંગ કરવા માટે ઉતરેલ પૃથ્વી શો ફક્ત 19 રન બનાવીને આઉટ થયો હતો. ત્યારબાદ જયસ્વાલ અને સૂર્યકુમાર યાદવે મોટી પાર્ટનરશીપ બનાવીને મોટો સ્કોર ઊભો કર્યો હતો. જુઓ વિડિયો