6,6,6,4,4,4.. સૂર્યકુમાર યાદવે શ્રીલંકા સામે 53 રન ફટકારીને ઘર આંગણે મચાવી તબાહી…-જુઓ વિડિયો
ભારત અને શ્રીલંકા વચ્ચે ગઈકાલે બીજી ટી-20 મેચ પુણે ના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાઈ હતી. જેમા ભારતને કારમી હાર મળી હતી. આ મેચમાં શ્રીલંકાએ 16 રને ભવ્ય જીત મેળવીને ત્રણ મેચની આ T 20 સિરિઝમાં 1-1 થી બરાબરી કરી છે. ટીમ ઇન્ડિયાને આ સમગ્ર સિરીઝ જીતવા માટે આગામી મેચ જીતવી ખૂબ જ અગત્યની છે.
શ્રીલંકા સામેની આ સીરીઝની ફાઇનલ મેચ રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે 7 જાન્યુઆરીએ રમાવાની છે. આ નિર્ણાયક મેચ જીતવી ટીમ ઇન્ડિયા માટે ખૂબ જ જરૂરી છે. આ સીરીઝની ગઈકાલે રમાયેલ બીજી મેચ વિશે ટૂંકમાં વાત કરીએ તો પ્રથમ ભારતે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. શ્રીલંકાની ટીમને પ્રથમ બેટિંગ કરીને 6 વિકેટ ગુમાવી 206 રનનો મોટો સ્કોર ઉભો કર્યો હતો.
ત્યારબાદ આ મોટા સ્કોરનો પીછો કરવા ભારતીય ટીમ મેદાને ઉતરી હતી. પરંતુ ટીમ ઇન્ડિયાની ઓપનિંગ જોડીઓ સંપૂર્ણ રીતે ફ્લોપ સાબિત થઈ હતી. ત્યારબાદ સૂર્યકુમાર યાદવ અને અક્ષર પટેલની મોટી પાર્ટનરશીપે ટીમ ઇન્ડિયાને કમબેક કરાવ્યું હતું. આ મેચમાં સૂર્યકુમાર યાદવે 3 ફોર અને 3 લાંબી સિક્સ ફટકારીને 36 બોલમાં 51 રનની મોટી ઈનિંગ્સ રમી હતી.
ઈનિંગ્સ દરમિયાન સૂર્યકુમાર યાદવે તેનો 360 ડિગ્રીનો મોટો અવતાર બતાવીને એક ગગનચૂંબી છક્કો ફટકાર્યો હતો હતો. જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. સૂર્યકુમાર યાદવ અને અક્ષર પટેલની સારી પાર્ટનરશીપ હોવા છતાં બંનેની વિકેટ પડતા ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો લાગ્યો હતો અને આ મેચ હારી ગયા હતા. પરંતુ સૂર્યકુમાર યાદવ અને અક્ષર પટેલની જોરદાર બેટિંગથી તમામ ચાહકોના દિલ જીતી લીધા છે. જુઓ વિડિયો…