6,6,6,4,4,4… અજિંક્ય રહાણે 23 ફોર અને 3 સિક્સ સાથે બેવડી સદી ફટકારી રણજીમાં મચાવી તબાહી… -જુઓ વિડિયો
ટીમ ઇન્ડિયા હાલ બાંગ્લાદેશના પ્રવાસ પર ત્રણ મેચોની વન ડે સિરીઝ અને બે મેચની ટેસ્ટ શ્રેણી રમી રહી છે. આ સિરીજની વચ્ચે હાલ ભારતમાં ડોમેસ્ટિક ટુર્નામેન્ટ ચાલી રહી છે. આ રણજી ટુર્નામેન્ટમાં ઘણા સિનિયર અને યુવા ખેલાડીઓ ખૂબ જ સારું પ્રદર્શન બતાવી રહ્યા છે. ભારતીય ટીમમાં પસંદગી માટે તમામ ખેલાડીઓ સારુ પરફોર્મન્સ કરવા માટે ખૂબ જ મહેનત બતાવી રહ્યા છે. હૈદરાબાદ અને મહારાષ્ટ્ર વચ્ચે રમાઈ રહેલ મેચમાં અજિંક્ય રહાણેએ ખૂબ જ જોરદાર પ્રદર્શન બતાવ્યું હતું.
મહારાષ્ટ્ર અને હૈદરાબાદ વચ્ચે રમાયેલ આ મેચમાં અજિંક્ય રહાણેએ ધમાકેદાર ઇનિંગ્સ રમીને 204 રન બનાવીને બેવડી સદી ફટકારી હતી. અજિંક્ય રહાણેએ આ મેચ દરમિયાન 26 ફોર અને 3 લાંબી સિક્સર ફટકારી હતી. છેલ્લા ઘણા સમયથી અજિંક્ય રહાણે ખૂબ જ ખરાબ પ્રદર્શન બતાવી રહ્યો હતો. પરંતુ ફરી એકવાર તે પોતાના ઘાતક ફોર્મમાં પાછો ફરી રહ્યો છે.
અજિંક્ય રહાણે એક સમયે ભારતીય ટેસ્ટ ટીમનો સૌથી ઘાતક બેટ્સમેન ગણાવતો હતો. પરંતુ 2020-21ની સાલમાં ઓસ્ટ્રેલિયા સામે 2-1થી શ્રેણી જીત્યા બાદ તે ખૂબ જ ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો હોવાથી તેનું બેટ શાંત પડ્યું હતું. તે છેલ્લે જાન્યુઆરીમાં દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ શ્રેણી રમતો જોવા મળ્યો હતો. ત્યારબાદ તેને ટેસ્ટ ટીમમાંથી બહારનો રસ્તો બતાવવામાં આવ્યો હતો.
પરંતુ રણજી ટ્રોફીમાં ફરી એકવાર પોતાની ઘાતક બેટિંગથી તબાહી મચાવી છે. જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ ઘાતક બેટિંગ બાદ ફરી એક વાર તેણે પોતાનું જોરદાર ફોર્મ બતાવ્યું છે. અજિંક્ય રહાણેની નજર તાજેતરમાં આવી રહેલા ipl 2023 ની મીની ઓક્શન પર રહશે તેમાં પણ તે પોતાનો દબદબો બનાવી શકે તેમ છે. જુઓ વિડિયો