6,6,6 મોહમ્મદ શમીએ 3 શાનદાર સિક્સ ફટકારીને બોલિંગની સાથે બેટિંગમાં પણ મચાવી તબાહી… – જુઓ વિડિયો
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર મેચોની ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ આજે પૂર્ણ થઈ છે. ભારતીય ટીમે પ્રથમ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે 132 રને ભવ્ય વિજય મેળવ્યો છે. આ જીત મેળવતાની સાથે જ ભારતે ઓસ્ટ્રેલિયા સામેની આ સમગ્ર સીરીઝમાં 1-0ની મોટી લીડ મેળવી છે. આ મેચ દરમિયાન ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઇનિંગ્સમાં 177 રન બનાવ્યા હતા.
ત્યારબાદ ભારતીય ટીમ બેટિંગ કરવા માટે બધાને ઉતરી હતી પરંતુ ભારતીય ટીમે પ્રથમ બે દિવસમાં 177 રનની મોટી લીડ બનાવી હતી. ત્યારબાદ ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયન ટીમ બીજી ઇનિંગ્સ રમવા માટે મેદાને ઉતરી હતી પરંતુ ભારતીય ટીમે તેને ફક્ત 91 રનમાં ઓલ આઉટ કરીને સમગ્ર મેચમાં 132 રને ભવ્ય વિજય મેળવ્યો છે.
પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય બોલરોની સાથે સાથે બેટ્સમેનોએ પણ ખૂબ જ જોરદાર પ્રદર્શન બતાવ્યું છે. ઓસ્ટ્રેલિયા સામે ઘર આંગણે ભારતીય બોલિંગ ખૂબ જ ઘાતક રહી હતી. આ મેચ દરમિયાન રોહિત શર્મા, અક્ષર પટેલ અને રવિન્દ્ર જાડેજાની સાથે સાથે મોહમ્મદ શમીએ પણ બોલિંગની સાથે સાથે બેટિંગમાં પણ તબાહી બચાવી હતી.
પ્રથમ ટેસ્ટ મેચ દરમિયાન મોહમ્મદ શમીએ પ્રથમ ઈનિંગ્સમાં એક અને બીજી ઇનિંગ્સમાં બે મહત્વની છટકાવી હતી. તો બીજી તરફ બેટિંગમાં પણ મોહમ્મદ શમીએ 47 બોલમાં 37 ફટકાર્યા હતા. જેમાં મોહમ્મદ શમીએ ત્રણ મોટી સિક્સ અને બે ફોર ફટકારી હતી. મોહમ્મદ શમીની આ ખતરનાક બેટિંગ જોઈને ખુદ વિરાટ કોહલી પણ જોતો જ રહી ગયો હતો. તેની એક જોરદાર સિક્સર વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.
મોહમ્મદ શમીએ ક્રીઝ પર આવતાની સાથે જ આક્રમક બેટિંગ દેખાડી હતી. ફરી એકવાર તે ભારતીય ટીમ માટે મેચ વિનર સાબિત થયો હતો. મોહમ્મદ શમીએ આ મેચ દરમિયાન વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ પણ તોડી પાડ્યો છે. મોહમ્મદ શમીએ આ મેચ દરમિયાન પોતાના ટેસ્ટ કરિયરની 25મી સિક્સર ફટકારી હતી જ્યારે વિરાટ કોહલીએ પોતાના ટેસ્ટ કરિયરમાં કુલ 24 સિક્સર ફટકારી ચૂક્યો છે. જુઓ શાનદાર સિક્સરનો વિડીયો