666..444.. બાંગ્લાદેશ સામે ઈશાન કિશને 24 ફોર અને 10 સિક્સ ફટકારીને મચાવી તબાહી… -જુઓ વિડિયો
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્રણ મેચોની વનડે સિરીઝ પૂર્ણ થઈ છે. આ સિરીઝ ની ત્રીજી મેચ 10 ડિસેમ્બર એટલે કે શનિવારના રોજ રમાઈ હતી. જેમાં ભારતે 227 રને ભવ્ય વિજય મેળવ્યો છે. બીજી વન-ડે મેચમાં રોહિત શર્મા ઇજાગ્રસ્ત થતાં ત્રીજી વન-ડે મેચમાં આરામ આપવામાં આવ્યો હતો અને તેના સ્થાને ઈશાન કિશને ટીમમાં મોટી જગ્યા આપવામાં આવી હતી. આ મેચને ખૂબ જ જોરદાર પ્રદર્શન દેખાડ્યું છે.
ત્રીજી વન-ડે મેચ વિશે ટૂંકમાં વાત કરીએ તો પ્રથમ બાંગ્લાદેશે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ ટીમ ઇન્ડિયા બેટિંગ કરવા માટે મેદાને ઉતરી હતી. ભારત તરફથી પ્રથમ ઓપનિંગ કરવા માટે શિખર ધવન અને ઈશાન કિશન મેદાન પર આવ્યા હતા. પરંતુ શિખર ધવન 8 બોલમાં ફક્ત 3 રન બનાવીને આઉટ થયો હતો. ત્યારબાદ નંબર ત્રણ બેટિંગ કરવા માટે વિરાટ કોહલી આવ્યો હતો.
વિરાટ કોહલી અને ઇશાન કિશનની જોરદાર પાર્ટનરશીપને આધારે ટીમ ઇન્ડિયાએ 8 વિકેટ ગુમાવીને 409 મોટો સ્કોર બનાવ્યો હતો. આ મેચમાં ઇશાન કિશને 131 બોલમાં 210 રનની જોરદાર બેટિંગ કરી હતી. જેમાં 24 ફોર અને 10 લાંબી સિક્સર નો સમાવેશ થાય છે. ઈશાન કિશને આ મેચમાં ફોર અને સિક્સનો વરસાદ કર્યો હોય તેવું લાગે રહ્યું હતું તેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
ઈશાન કિશાને ડબલ સેન્ચ્યુરી ફટકાડીને ઘણા મોટા રેકોર્ડ પોતાના નામે કર્યા છે. આ મેચમાં તેને સૌથી ઝડપી ડબલ સેન્ચ્યુરી ફટકારીને મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. 126 બોલમાં ડબલ સેન્ચ્યુરી ફટકારનાર તે પ્રથમ ખેલાડી બન્યો છે. વિરાટ કોહલી અને ઇશાન કિશને ખૂબ જ જોરદાર પ્રદર્શન દેખાડ્યું હતું. જેને કારણે ટીમ ઇન્ડિયાને 227 રને મોટી જીત મળી હતી. બાંગ્લાદેશની સમગ્ર ટીમ 182 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. જુઓ વિડિયો..