6,6,6,6,6,4,4,4… આતો રિંકુનો પણ બાપ નીકળ્યો, 99 રન બનાવનાર ગુજરાતના આ ખેલાડીને તાત્કાલિક સામેલ કરવાની થઇ માંગ…

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હાલમાં પાંચ મેચોની ટી-20 સિરીઝ રમાઈ રહી છે. આ સિરીઝમાં ભારતીય ટીમના ખેલાડીઓએ ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે. આ સિરીઝની છેલ્લી અને પાંચમી મેચ આજે બેંગ્લોર ખાતે રમાવાની છે. આ સિરીઝ પૂર્ણ થયા બાદ ભારતીય ટીમ સાઉથ આફ્રિકા પ્રવાસ પર જવાની છે. આ પહેલા હાલમાં એક અન્ય મહત્વપૂર્ણ સમાચાર પણ સામે આવ્યા છે.

હાલમાં ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં ઘણા નવા ચહેરાઓને સ્થાન મળ્યું હતું જેમાં રીન્કુ સિંહને પણ તક આપવામાં આવી હતી. તેણે તક મળતાની સાથે જ ધમાલ મચાવી હતી. તે દરેક મેચમાં મેચ વિનર સાબિત થઈ રહ્યો છે. બીજી તરફ ફિનિશર તરીકેનો મહત્વનો રોલ પણ નિભાવી રહ્યો છે પરંતુ હાલમાં રીન્કુ કરતા પણ આ ખેલાડીનું પ્રદર્શન સારું નીકળ્યું છે. તેને સામેલ કરવાની માંગ પણ થઈ છે.

તાજેતરમાં જ આ ભારતીય ખેલાડીએ 99 રન બનાવીને રીન્કુનું પત્તું કાપવાનો દાવો કર્યો છે. તે પહેલેથી ફિનિશર તરીકે સફળ સાબિત થતો આવ્યો છે. આઇપીએલમાં પણ તે ઘણા મોટા રેકોર્ડ બનાવી ચૂક્યો છે. ટૂંક સમયમાં જ તેને ટીમ ઇન્ડિયામાં સ્થાન આપવામાં આવી શકે છે. હાલમાં જ આ સમગ્ર મામલો સામે આવતા ફેર બદલ થઈ શકે છે. તો ચાલો આપણે જાણીએ કે ગુજરાતનો આ સ્ટાર ખેલાડી કોણ છે.

તમને જણાવી દઈએ કે ગુજરાત ટાઇટન્સનો સુપર સ્ટાર ફિનિશર રાહુલ તેવટિયા હાલમાં વિજય હજારે ટ્રોફીમાં ધમાલ મચાવી રહ્યો છે. તેણે હાલમાં જ 99 રન બનાવ્યા છે. જેમાં 5 સિક્સર 10 ફોર ફટકારી છે. તે પોતાની સદી પૂર્ણ કરી શક્યો નહીં પરંતુ જીત અપાવી હતી. આ પહેલા તે આઈપીએલમાં ઘણી વખત ગુજરાત તરફથી રમીને ફિનિશર તરીકે અગત્યનો સાબિત થઈ ચૂક્યો છે.

રાહુલ તેવટિયા ઘરેલુ ક્રિકેટમાં પહેલેથી શાનદાર બેટિંગ કરતો આવ્યો છે. હરિયાણાની ટીમને તે ઘણી જીત અપાવી ચૂક્યો છે. આઇપીએલ 2024 તેના માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહી શકે છે. જો તે આવું જ પ્રદર્શન કરશે તો તેને ટી-20 વર્લ્ડ કપમાં પણ સામેલ કરવામાં આવી શકે છે. આગામી સમયમાં અન્ય ઘણા મોટા ફેરફારો પણ થવાની શક્યતાઓ દેખાઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *