WTC ફાઈનલમાં આવી હશે 17 સભ્યોની ભારતીય ટીમ, જાણો કોને મળશે સ્થાન અને કોનું પત્તું કપાશે…
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે તાજેતરમાં જ ચાર મેચોની બોર્ડર ગાવસ્કર ટ્રોફી રમાઈ હતી. આ ચાર મેચોની ટેસ્ટ શ્રેણીમાં ભારતે ઓસ્ટ્રેલિયા સામે 2-1થી શાનદાર વિજય મેળવીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. તમને જણાવી દઈએ કે 7 જૂનથી 11 જૂનની વચ્ચે ઇંગ્લેન્ડના ધ ઓવેલ સ્ટેડિયમ ખાતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચમાં ભારતનો મુકાબલો ઓસ્ટ્રેલિયા સામે થવાનો છે.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન શીપના ઇતિહાસમાં ભારત બીજી વખત ફાઇનલ મેચ રમવા જઈ રહ્યું છે આવી સ્થિતિમાં ભારતીય ટીમ આ વખતે કોઈપણ સંજોગોમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન બનવા માંગે છે. જેને કારણે BCCI પણ એક્શનમાં આવ્યું છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ખરાબ ફોર્મમાં ચાલી રહેલ તમામ ખેલાડીઓને બહારનો રસ્તો બતાવી શકે છે. WTC ફાઈનલ માટે ટૂંક સમયમાં જ આ ભારતીય ટીમની મોટી જાહેરાત થઈ શકે છે. ચાલો જાણીએ કોણ મળશે સ્થાન…
પ્રથમ ભારતીય ટીમના બેટ્સમેનો વિશે વાત કરીએ તો કેપ્ટન રોહિત શર્મા, શુભમન ગીલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર અને સરફરાઝ ખાનને સ્થાન આપવામાં આવશે. તો બીજી તરફ સૂર્યકુમાર યાદવને ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝ દરમિયાન ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું પરંતુ તેણે કંઈ ખાસ કમાલ કરી બતાવ્યું નથી. અને તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયા સામે રમાયેલ વનડે સિરીઝમાં પણ તે ટ્રિપલ ગોલ્ડન ડકનો શિકાર બન્યો હતો. જેને કારણે WTCની ફાઈનલ માંથી તેનું પત્તું કપાઈ શકે છે.
વધુમાં તમને જણાવી દઈએ કે KL રાહુલ લાંબા સમયથી ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો છે. તેના ખરાબ ફોર્મના કારણે ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સીરીઝની પ્રથમ ટેસ્ટમાં વાઈસ કેપ્ટન પદ પરથી પણ હટાવવામાં આવ્યો હતો તો બીજી તરફ છેલ્લી બે મેચ દરમ્યાન તેને પ્લેઈંગ 11 માંથી પણ બહાર કરવામાં આવ્યો હતો. રાહુલના સ્થાને ટીમમાં શુભમન ગીલને સ્થાન આપવામાં આવ્યું હતું જેણે તાજેતરમાં જ સદી ફટકારીને પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે.
ત્યારબાદ વિકેટકીપર બેટ્સમેન તરીકે ઈશાન કિશન અને KS ભરતનો સમાવેશ કરવામાં આવશે. ત્યારબાદ ઓલરાઉન્ડર તરીકે રવિન્દ્ર જાડેજા, રવિશચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ અને વોશિંગ્ટન સુંદરને ટીમમાં મોટી તક મળી શકે છે. ત્યારબાદ ફાસ્ટ બોલર તરીકે મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી, ઉમરાન મલિક અને શાર્દુલ ઠાકોરને તક આપવામાં આવશે. WTC ફાઈનલ માટે સંભવિત ભારતીય ટીમ:-
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, સરફરાઝ ખાન, ઈશાન કિશન, કેએસ ભરત, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક, ઉમેશ યાદવ.